હાર્દિક પટેલના ઉપવાસ મામલે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. ગુરુવારે હાર્દિક ઉપવાસના મામલે અનેક રાજકારણીઓથી લઇને પાસ દ્વારા વિવિધ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ પાસના કન્વીનર મનોજ પનારાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું કે સરકાર હાર્દિકને હોસ્પિટલમાં મોકલવા ઇચ્છે છે. અમે આપેલા 24 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થયા છે આથી હાર્દિકે પાણીનો ત્યાગ કર્યો છે.
શું કહ્યું મનોજ પનારાએ ?
પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે અમે ગઇ કાલે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે આજે પૂર્ણ થાય છે. હાર્દિક પટેલે જાહેર કર્યા પ્રમાણે જળત્યાગ કર્યો છે. અમને લાગી રહ્યું છે કે સરકાર હાર્દિકને હોસ્પિટલાઇઝ કરવા ઇચ્છે છે. 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. તો મનોજ પનારાએ ઉર્જામંત્રી સૌરભ પટેલને કહ્યું કે તમારું ખાતું નથી છતા તમે કેમ નિવેદનો આપો છે, કૃષીમંત્રી કેમ કોઇ નિવેદન આપતાં નથી.
તો બીજી બાજુ જ્યારે મનોજ પનારા પત્રકાર પરિષદ યોજી રહ્યાં હતા ત્યારે રાજ્ય સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહએ ગાંધીનગરથી જાહેરાત કરી કે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રની કેનાલોમાં નર્મદાનું પાણી છોડાશે. પત્રકારોએ તાત્કાલિક આ અંગે મનોજ પનારાને સવાલ કર્યો છે, રાજ્ય સરકારે પાણી છોડવાની જાહેરાત કરી છે, તમે શું કહેશો, તો જવાબમાં મનોજ પનારાએ જણાવ્યું કે પાણી છોડી સરકાર કોઇ ઉપકાર નથી કરતી, નર્મદાનું પાણી ખેડૂતો માટે છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર