ડિપ્રેશનનો ભોગ બનેલા પાર્થે અચાનક છોડ્યુ સોશિયલ મીડિયા

News18 Gujarati
Updated: July 7, 2020, 5:57 PM IST
ડિપ્રેશનનો ભોગ બનેલા પાર્થે અચાનક છોડ્યુ સોશિયલ મીડિયા
એક્ટર સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યા બાદ હવે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિપ્રેશન અંગે વાતો કરી રહ્યાં છે.

એક્ટર સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યા બાદ હવે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિપ્રેશન અંગે વાતો કરી રહ્યાં છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યા બાદ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડિપ્રેશનને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં ટીવી એક્ટર પાર્થ સમથાને ખુલાસો કર્યો હતો કે તે ડિપ્રેશનનો શિકાર થયોહતો. અને હવે તેણે અચાનક જ સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધુ છે.

'કસોટી જિંદગી કી 2' માં અનુરાગ બાસુનો રોલ અદા કરનાર એક્ટર પાર્થ સમથાને એક પોસ્ટ લખીને આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે લોકડાઉન દરમિયાન શૂટિંગ બંધ કરાયું હતું અને તે ઘરે જ હતો. તેના મનમાં ઘણા નકારાત્મક વિચારો આવી રહ્યા હતા અને તેના કારણે તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો હતો. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પાર્થે કહ્યું કે સોશિયલ મીડિયાને થોડા સમય માટે અલવિદા કહી રહ્યો છુ.

આ પણ વાંચો- સુશાંત સિંઘ કેસ: મુંબઇ પોલીસે બિલ્ડિંગના CCTV ફૂટેજ કબજે લીધા

ઘરની બાલ્કનીમાંથી ખેંચેલી તસવીર શેર કરી પાર્થે લખ્યુ હતું કે, 'હું થોડા સમય માટે સોશિયલ મીડિયાથી દૂર જઈ રહ્યો છું. ફરી મળીશું પાર્થના ચાહકો આ પોસ્ટ પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.'

આ પણ વાંચો- સુશાંતનાં નિધન અને ટ્રોલિંગથી તૂટી ગયો છે કરન જોહર, આખો દિવસ રડ્યા કરે છે

આ અગાઉ, ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા પાર્થ સમથાને લખ્યું છે કે, 'હું મારા મિત્રો, ચાહકો અને તમામ પ્રેમાળ લોકોનો આભારી છું કે જેમણે મને સકારાત્મક અને સારા વ્યક્તિ બનવામાં મદદ કરી. ખુબ ખુબ આભાર.' તેણે કેપ્શનમાં લખ્યું, 'હા, લોકડાઉન દરમિયાન ડિપ્રેશન અને દુ:ખની ક્ષણો આવી હતી, પરંતુ આ તે ક્ષણો છે જે આપણને મજબૂત બનાવે છે અને આગળ વધવામાં મદદ કરે છે, જેથી એક દિવસ જ્યારે આ કોરોના સમાપ્ત થઈ જશે આપણે ફરીથી આપણી દુનિયામાં હસતા ખેલતા રહી જશુ.'વિકાસ ગુપ્તાએ પાર્થ સમથાન અને પ્રિયંક શર્મા પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિકાસે એક ટ્વિટમાં લખ્યું કે, 'હવેથી મને બ્લેકમેઇલ કરવામાં આવશે નહીં. પ્રિયંક શર્મા, પાર્થ સમથન મને દબાણ કરવા બદલ બંનેનો આભાર તમે જે કર્યુ તેનાથી સત્ય બહાર આવ્યુ.'
Published by: Margi Pandya
First published: July 7, 2020, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading