Home /News /gujarat /કોંગ્રેસમાં ચૂંટાયેલા બની રહ્યાં છે મંત્રી, ભાજપમાં ચૂંટાયેલા શું કામ રહી ગયા સંત્રી?- ધાનાણી

કોંગ્રેસમાં ચૂંટાયેલા બની રહ્યાં છે મંત્રી, ભાજપમાં ચૂંટાયેલા શું કામ રહી ગયા સંત્રી?- ધાનાણી

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી (ફાઇલ ફોટો)

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના પૂર્વ ધારાભ્યોને ભાજપમાં મળેલા મંત્રી પદ અંગે ટ્વીટર પર ટોણો માર્યો.

ન્યૂઝ 18 ગુજરાતી: ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં કોંગ્રેસમાંથી 24 કલાક અગાઉ ભાજપમાં જોડાયેલા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાને કેબિનેટ મંત્રીપદ મળ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં મંત્રીપદ મળવાની રાજકીય ગતિવિધિ પર પરેશ ધાનાણીએ ટ્વીટર પર ભાજપ સરકારને ટોણો માર્યો હતો. પરેશ ધાનાણીએ ભાજપના, સાત, છ, પાંચ, ચાર અને ત્રણ ટર્મ ચૂંટાયેલા ધારાસભ્યોનું લિસ્ટ મૂકી લખ્યું હતું કે ' ચોકીદાર સાહેબ, કોંગ્રેસમાં ચુંટાયેલા બધા બની રહ્યા છે મંત્રી અને,ભાજપમાં ચુંટાયેલા શું કામે રહી ગયા સંત્રી.? '

આ મંત્રી મંડળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ભાજપની ટિકિટ પર જામનગરમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ મંત્રીપદ મળ્યું છે. કોંગ્રેસના કુંવરજીભાઈને પણ ભાજપે અગાઉ રાતો રાત મંત્રી બનાવ્યા હતા.

આ પણ વાંચો: BJPને ચૂંટણીમાં હાર દેખાઇ રહી છે, તેમનામાં કોઇ સક્ષમ નેતા નથી : અમિત ચાવડા



પરેશ ધાનાણીએ ગઈકાલે પણ બે ટ્વીટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. પરેશ ધાનાણીએ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓનું લિસ્ટ મૂક્યું હતું. તેમાં જસા બારડથી લઈને રામસિંહ પરમાર, પ્રભુ વસાવા, શંકરસિંહ વાઘેલા, વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા કુંવરજી બાવળિયા વગેરે કોંગ્રેસ છોડીને ગયેલા નેતાના નામો લખ્યા હતા.

આ પણ વાંચો: હું કોંગ્રેસ પાર્ટી સાથે જ છું, સત્તા નહીં સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો: અલ્પેશ ઠાકોર

ગઈકાલે વધુ એક ટ્વીટ કરીને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે 'લોકશાહી લાજી રહી છે' ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણીએ ટ્વીટર પર જે ભાજપના ધારાસભ્યોના નામ મૂક્યા છે તેમાં સાત ટર્મ જીતેલા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, છ ટર્મ જીતેલા ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, વાઘોડીયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, પાંચ ટર્મ જીતેલા ભુજના ધારાસભ્ય નીમા બહેન આચાર્ય, શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, ઉમરગાવના ધારાસભ્ય રમણભાઈ પાટકર, જલાલપુરના ધારાસભ્ય આર.સી. પટેલ, ઉપરાંત ચાર અને ત્રણ ટર્મ જીતેલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
First published:

Tags: Paresh dhanani, TWEETER, કોંગ્રેસ

विज्ञापन