પરિણીતિ ચોપરાએ ઝોમેટો ડિલીવરી બોયને ન્યાય અપાવવાની અપીલ કરી, Tweet કર્યો મેસેજ

પરિણીતિ ચોપરાએ ઝોમેટો ડિલીવરી બોયને ન્યાય અપાવવાની અપીલ કરી, Tweet કર્યો મેસેજ
(PHOTO: @Parineeti Chopra)

ફૂડ સર્વિસ એપ ઝોમેટોનાં ડિલીવરી બોય (Zomato Delivery Boy)નો કેસ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. હવે આ કેસમાં એક્ટ્રેસ પરિણીતિ ચોપરા (Parineeti Chopra) પણ ડિલીવરી બોયનાં સમર્થનમાં આવી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફર્મ છે જ્યાં કોઇપણ પળવારમાં ઇન્ટરનેટ સેંસેશન બની જાય છે. ઘણી વખત લોકો આ પાવરનો ખોટો ઉપયોગ પણ કરે છે. આવો જ એક તાજો કિસ્સો ઝોમેટો ડિલીવરી બોયનાં કેસનાં રૂપમાં સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબજ વાયરલ થયો છે જેમાં એક મહિલાનાં નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. અને તે ફૂડ સર્વિસ એપ ઝોમેટો (Zomato India)નાં ડિલીવરી બોય પર મારઝૂડનો આરોપ લગાવતી હતી. આ વીડિયો બાદ ડિલીવરી બોયનું પણ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે અને કહાની આખી બદલાઇ ગઇ છએ. હવે એક્ટ્રેસ પરિણીતિ ચોપરા (Parineeti Chopra) ડિલીવરી બોયનાં સમર્થનમાં આવી છે.

    પરિણીતિ ચોપરાએ ટ્વિટ પોસ્ટ કરતાં લખ્યું છે કે, ઝોમેટો ઇન્ડિયા, કૃપ્યા સત્યની તપાસ કરો. અને આપની રિપોર્ટ સાર્વજનિક કરો. જો ડિલીવરી બોય નિર્દોષ હોય (મારુ માનવું છે કે તે છે.) તો તે મહિલા વિરુદ્ધ ઉચિત કાર્યવાહી થવી જોઇએ. આ અમાનવીય, શર્મજનક અને હૃદય દ્વાવક ઘટના છે. કૃપ્યા મને જણાવો હું આપની કેવી રીતે મદદ કરી શકુ છું. પરિણીતિની આ ટ્વિટ ઝડપથી વયારલ થઇ રહી છે અને ફેન્સ એક્ટ્રેસનાં વખાણ કરતાં થાકતા નથી.



    આપને જણાવી દઇએ કે, બેંગલુરુમાં ઓર્ડર કેન્સલ કરવા પર હમિલા પર હુમલો કરનારા ડિલીવરી બોયની ધરપકડ થઇ છે. બેંગલુરુ DCP તેની પુષ્ટિ કરી છે. ઓનલાઇન ફૂડ ડિલિવરી કરનારી કંપની 'ઝોમેટો'એ એક કર્મચારી દ્વારા હુમલો કરવા મામલે કર્મચારીનું વર્ઝન સામે આવ્યું છે. કર્ણાટકનાં બેંગલુરુની મોડલ અને મેકઅપ કલાકાર હિતેશા ચંદ્રાનીએ દાવો કર્યો હતો કે, ઓનલાઇન ડિલિવરી બોયનાં કથિત રૂપે એટેલ તેનાં પર હુમલો કર્યો કારણે કે તે મોડું ભોજન લવવા પર તેની ફરિયાદ કરી હતી. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે.

    (Twitter @Parineeti Chopra)


    ધ ન્યૂઝ મિનિટની એક રિપોર્ટ અનુસાર, ઝોમેટો તરપથી ડિલીવરી કરનારા યુવક કામરાજનો દાવો છે કે, મહિલાએ તેને ચપ્પલ માર્યુ અને ગાળો આપી. યુવકનો દાવો છે કે, મહિલાની ભૂલને કારણે તેને નાક પર ઇજા થઇ છે. આ ઉપરાંત વિવાદ વધતો જોઇ કંપનીનાં ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે પણ નિવેદન આપ્યું છે કે, તેઓ હિતેશા ચંદ્રાનીની માફી માંગી મેડિકલ ખર્ચ ઉઠાવવાનો વાયદો કરે છે અને બીજી તરફ કામરાજને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કંપની કામરાજની પણ મદદ કરી રહી છે. કંપની સંપૂરેણ મામલે સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે.
    Published by:Margi Pandya
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ