Home /News /gujarat /પોલીસ ગ્રેડ પે મુદ્દે પરેશ ધાનાણીએ કહ્યું- સરકાર પોલીસને પટાવાળા સમજી આંદોલનને કચડવાના પ્રયાસ કરે છે

પોલીસ ગ્રેડ પે મુદ્દે પરેશ ધાનાણીએ કહ્યું- સરકાર પોલીસને પટાવાળા સમજી આંદોલનને કચડવાના પ્રયાસ કરે છે

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું - આજે પોલીસ કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું છે

Police Grade Pay- બાપુનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા (Hardik Pandya)જેવા અનેક પોલીસ કર્મીઓને મારું અને કોગ્રેસનું (Congress)ખુલ્લું સમર્થન છે- પરેશ ધાનાણી

ગાંધીનગર : ગુજરાત પોલીસ (Gujarat Police)જવાનોના ગ્રેડ પે (Grade pay)મુદ્દે હવે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani)રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાત ભાજપ સરકાર (Gujarat BJP Government)પોલીસને પટ્ટાવાળા સમજીને આંદોલનને (Movement)કચડવાનો પ્રયાસ કરે છે. બાપુનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા (Hardik Pandya)જેવા અનેક પોલીસ કર્મીઓને મારું અને કોગ્રેસનું (Congress)ખુલ્લું સમર્થન છે. પોલીસ ગ્રેડ પે (Police grade pay controversy) મુદ્દે સરકાર સત્વરે નિર્ણય લેવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માંગણીઓ મુકી છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મીડિયાને નિવેદન આપતા કહ્યું હતુ કે આજે પોલીસ કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું છે. રાત્ર દિવસ કામ કરી ઉજાગરા કરતા સિપાહીએ શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આ ખાખીના અવાજને અમે સમર્થન કરીએ છીએ. સામાન્ય માણસ ભયની નીચે થર થર કાંપે છે. સરકાર પોલીસ સાથે પટાવાળાની નોકરીની અપેક્ષા રાખે છે. પોલીસના મુખે સાંભળ્યું કે અમે પોલીસ છીએ પટાવાળા નહીં. રાજ્ય સરકાર સમાન કામ સમાન વેતનની વાતનો સ્વીકાર કરવો જોઇએ.

આ પણ વાંચો - ગુજરાત સરકારની દિવાળી ભેટ: વર્ગ 4નાં કર્મચારીઓને આપશે બોનસ



પરેશ ધાનાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં નજીવા દરે નોકરી આપી સ્વાભિમાન પર વાર કરવાનો પ્રયાસ ભાજપે કર્યો છે. ગઈ કાલે હાર્દિક પંડ્યા માટે ગુજરાતમાં એકસુરે અવાજ ઉઠાવ્યો છે. કોંગ્રેસ પક્ષ ગ્રેડ પે ની વ્યાજબી માંગણીના સમર્થનમાં છે. સરકાર સમક્ષ માંગ છે કે પોલીસની વ્યાજબી ભથ્થાની માંગણી સ્વીકારવામાં આવે. આજે હજારો પોલીસ કર્મી એક થઈને અધિકારની માંગણી કરી છે પરંતુ સરકાર પોલીસને પટાવાળા સમજી આંદોલનને કચડવાના પ્રયાસ કરે છે. ગઈ કાલે વિધાનસભા ખાતે બેઠેલ આંદોલનકારીને પકડી અવાજ દબાવાનો પ્રયાસ થયો છે .
" isDesktop="true" id="1145755" >

વધુમા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર એક હાર્દિકને કચડી નાખશો તો તેવા હજાર હાર્દિક ઊભા થશે. ગઈ કાલે રાત્રે તેમની માંગણીને ટેકો આપવા હું ત્યા ગયો હતો. પોલીસ ગ્રેડ પેના આંદોલનને કોંગ્રેસ પક્ષ સમર્થન આપે છે. ગ્રેડ પે સાથે પોલીસ કર્મચારીના નોકરીનો સમય ફિક્સ કરવામાં આવે તેમજ જો ઓવર ટાઇમ નોકરી કરે છે તો તેમને યોગ્ય એલાઉન્સ મળવું જોઇએ.
Published by:Ashish Goyal
First published:

Tags: Grade pay, Gujarat police, Paresh dhanani, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन