BB14: Ex BF પારસ છાબરાએ પવિત્રા-એઝાઝનાં રિલેશનની ઉડાવી મજાક, 'ભગવાન તેનું ભલુ કરે..'

BB14: Ex BF પારસ છાબરાએ પવિત્રા-એઝાઝનાં રિલેશનની ઉડાવી મજાક, 'ભગવાન તેનું ભલુ કરે..'
પારસે પુનિયા અંગે કરી વાત

બિગ બોસ 14 (Bigg Boss 14) માં પારસ છાબરા (Paras Chhabra)ની એન્ટ્રીથી ઘરનો માહોલ ઘણો બદલાઇ ગયો છે. તેણે તેને એક્સ ગર્લફ્રેન્ડ પવિત્રા પુનિયા (Pavitra Punia) પર કમેન્ટ્સ કરી છે. અને તેને લઇ ચોકાવનારા ખુલાસા કર્યા છે તે દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee)નાં કનેક્શનનાં રૂપમાં બિગ બોસમાં આવ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં વિવાદિત શો 'બિગ બોસ 14' (Bigg Boss 14)માં દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee)નાં કનેક્શનનાં રૂપમાં પારસ છાબરા (Paras Chhabra)એ ઘરમાં એન્ટ્રી લીધી છે. રાખી સાવંત (Rakhi Sawant) સહિતનાં અન્ય સ્પર્ધકોએ તેનો ઉત્સાહથી સ્વાગત કર્યું છે. બાદમાં જ્યારે પારસની રાખી સાથે વાત થઇ અને રાખીએ તેને પુછ્યું કે, તેનું અને પવિત્રા પુનિયાનું બ્રેક અપ કેમ થયું. તો શરૂઆતમાં પારે આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું. બાદમાં કહ્યું કે, આ સંબંધ તુટે 2-3 વર્ષ થઇ ગાય છે. પણ બાદમાં તેણે બ્રેકઅપ પાછળનું કારણ જણાવ્યું હતું.

    પારસ છાબરા (Paras Chhabra)એ જણાવ્યું કે, પવિત્રા ત્યારે લગ્ન કરેલાં હતાં જ્યારે તે મને ડેટ કરતી હતી. મને આ અંગે ત્યારે માલૂમ થયું જ્યારે તેનાં પતિએ મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. 'તેનાં પતિએ મને મેસેજ કર્યો હતો એક દિવસ અને કહ્યું હતું કે, જેટલાં ફોટો મુકવા હોય મુકી દે... પણ તેને કહે મારાથી છુટાછેડા લઇ લે.'



    તેણે વધુમાં કહ્યું કે, 'બિગ બોસ 14'માં આવતા પહેલાં જ પવિત્રા પુનિયાએ મારા વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું હતું. જેને કારણે તે મીડિયામાં તેનાં વિરુદ્ધ ખુલાસા કર્યા હતાં. વાતચીત દરમિાયન પારસે ઇશારામાં કહ્યું હતું કે, એઝાઝ ખાન માટે ભગનાનને પ્રાર્થના કરે છે, જેણે શોમાં પવિત્રા પુનિયા માટે તેનાં પ્રેમનો એકરાર કર્યો હતો.

    રાખી આ બધુ જાણીને હેરાન પરેશાન નજર આવી. તે કહે છે કે, 'અરે પેલો બીચારો સપના જોઇને બેઠો છે લગ્નનાં..' આ પર પારસ કહે છે કે, તે જ તો હું વિચારુ છુ.. ભગનાન તેનું ભલુ કરે..



    આપને જણાવી દઇએ કે, ગત મહિને એઝાઝ ખાન (Eijaz Khan)એ કહ્યું હતું કે, તે પવિત્રા પુનિયાને પ્રેમ કરે છે તેમ તે કહેતાં નજર આવ્યાં છે. 'જ્યારે હું પવિત્રાને મળ્યો હતો, ત્યારે તેનાં ભાઇ સાથે મુલાકાત થઇ હતી. તે ઘણો સારો માણસ છે. મે પણ મારા ભાઇથી તેને મેળવી હતી. હું તેને પ્રેમ કરતી હતી. મારી નિયત સ્પષ્ટ છે. શુદ્ધ અને પવિત્ર. જોઇએ આ સંબંધ ક્યાં સુધી જાય છે.' સોશિયલ મીડિયા પર તેમની પ્રેમ કહાની ઘણાં લાંબા સમય સુધી ટ્રેન્ડ કરી રહી છે.
    Published by:Margi Pandya
    First published:February 11, 2021, 11:27 am

    ટૉપ ન્યૂઝ