કાગળના વાઘ જેવા મહિલા આયોગની નવઘણ ઠાકોર સામે ત્રાડ

નવઘણ ઠાકોરે પોસ્ટ મૂકી વિવાદ થતા ડિલિટ મારી હતી. ઠાકોર સમાજના જ લોકોએ તેની પોસ્ટનો વિરોધ કર્યો હતો.

આંતરજ્ઞાતિય લગ્ન કરે તો દીકરીને દૂધપીતી કરવાની સોશિયલ મીડિયામાં હાકલ કરનાર ઠાકોર નેતા પાસે મહિલા આયોગ ખુલાસો માંગશે

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી : અખિલ ઠાકોર એકતા સમિતીની પ્રમુખ નવઘણ ઠાકોરે ફેસબૂક પર દીકરીઓને દૂધપીતી કરાવાની પોસ્ટ મૂક્યા બાદ વિવાદ સર્જાયો હતો. ઠાકોરની આ પોસ્ટ બાદ ચોમેરથી ફિટકાર વરસી રહ્યો હતો. દરમિયાન નવઘણ ઠાકોરએ આ મામલે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. એક વાતચીતમાં તેમણે કહ્યું હતું કે મેં આ પોસ્ટ નથી કરી મેં જે છોકરાને મોબાઇલ સાચવવા આપ્યો હતો તેણે કરી હતી. આ પોસ્ટથી કોઈની પણ લાગણી દુભાઈ હોય તો માફી માંગું છું. નવઘણ ઠાકોરના આ નિવેદનથી ખફા થયેલા કાગળના વાઘ જેવા મહિલા આયોગે નવધણ ઠાકોરને નોટિસ ફટકારવાનું નક્કી કર્યુ છે.

    રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા નવઘણજી ઠાકોરને રૂબરૂ બોલાવી તેમના આ નિવેદન બદલ ખુલાસો માંગશે. મહિલા આયોગે ઠાકોરને રૂબરૂ બોલાવી અને નોટિસ ફટકારવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખની છે કે નવઘણ ઠાકોરે ફેસબુકમાં પોસ્ટ મૂકી અને વિવાદ થતા ડિલિટ કરી નાખી હતી પરંતુ આ પોસ્ટના બદલે તેમણે ખુલાસો કર્યો હતો કે મારો મોબાઇલ અન્ય વ્યક્તિ પાસે હતો અને તેણે ઉશ્કેરાઇને પોસ્ટ કરી હતી જો કોઇની લાગણી દુભાઈ હોય તો માફી માંગું છું.

    આ પણ વાંચો :  ક્ષત્રિય ઠાકોરની દીકરી સમાજ બહાર લગ્ન કરે તો દૂધપીતી કરો : નવઘણ ઠાકોર

    ઉલ્લેખનીય છે કે ઠાકોરે માફી તો માંગી પરંતુ ફરીથી એક વિવાદ છેડી દીધો હતો. તેમણે આંતરજ્ઞાતિય લગ્નનો વિરોધ કરતા કરતા ત્યાં સુધી કહી દીધું હતું કે મારા સમાજની દીકરી IAS બને IPS બને કે કઈ પણ શિક્ષણ મેળવે તેણે લગ્ન તો સમાજમાં જ કરવા પડશે.

    આ પણ વાંચો :  જે પ્રેમ ન કરી શકે તે ક્રાંતિ ન કરી શકે, આંતરજ્ઞાતિય લગ્ન કરવા જ : મેવાણી

    ઠાકોર સમાજનો ફિટકાર

    ઠાકોર સમાજના અગ્રણી જગતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ પોસ્ટને હું વખોડું છું, દિકરા-દીકરી સમાન છે. આવી પોસ્ટ જે ફેલાવે તેના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ઠાકોર સમાજના પ્રમુખ ઇશ્વર ઠાકોરે કહ્યું કે આ પોસ્ટને હું સખત શબ્દોમાં વખોડું છું. આવી પોસ્ટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આવી પોસ્ટ મૂકી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
    Published by:Jay Mishra
    First published: