Home /News /gujarat /Paper Leak Case: પેપર લીક મામલે સૌથી મોટો ખુલાસો, 5થી 15 લાખ રૂપિયામાં પેપર વેચવાનો હતો પ્લાન

Paper Leak Case: પેપર લીક મામલે સૌથી મોટો ખુલાસો, 5થી 15 લાખ રૂપિયામાં પેપર વેચવાનો હતો પ્લાન

જુનિયર ક્લાર્કનું પેપર ફુટવાના કેસમાં મોટા ખુલાસા થયા

Gujarat Paper Leak Gang: ગુજરાતમાં પેપર લીકના કેસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ગુજરાત એટીએસ દ્વારા 15 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. ફૂટેલું પેપર 7 લાખ રૂપિયામાં વેચવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જોકે, આરોપીઓ તેમાં સફળ થાય તે પહેલા જ ગેંગને પકડી લેવામાં ATSને સફળતા મળી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ ગુજરાતમાં પેપર લીક (Gujarat Paper Leak)ની ઘટનામાં વધુ એક મોટો ખુલાસો થયો છે. આરોપીઓએ 7 લાખ રૂપિયામાં પેપર વેચવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમને સફળતા મળે તે પહેલા ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા વડોદરામાં પરીક્ષા કેન્દ્ર પેપર વેચવાનો પ્લાન બનાવીને બેઠેલી ગેંગનો દરોડા પાડીને ભાંડો ફોડી નાખવામાં આવ્યો છે. પેપર ફૂટવાના કેસમાં 15 લોકોને પકડી લેવામાં આવી છે. હવે આ મુદ્દે મોટા માથાઓ સહિત ગુજરાત બહાર કેસના તાર સંકળાયેલા છે તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા આરોપીઓ અંગે પણ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

ક્લાર્કની પરીક્ષા માટે જે પેપર ફૂટ્યાની ઘટના બની છે તેમાં પકડાયેલા આરોપીઓ લગભગ 15 દિવસથી પેપર લઈને ફરી રહ્યા હતા પરંતુ તેમને કોઈ ખરીદનાર મળી રહ્યું નહોતું. પરંતુ જ્યારે પરીક્ષાની છેલ્લી ઘડીએ રૂપિયા 5થી 15 લાખમાં પેપર વેચવાનો પ્લાન હતો, પરંતુ ખરીદ-વેચાણ થાય તે પહેલા જ ગુજરાત ATS દ્વારા દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે આરોપીઓ દ્વારા ખરીદનાર વ્યક્તિને ઓળખ્યા બાદ કિંમત નક્કી કરવાનો પ્લાન હતો.

આ પણ વાંચોઃ 15 દિવસ પહેલા જ આરોપીઓના હાથમાં પેપર આવી ગયું હતું

પકડાયેલા 15માંથી 10 ગુજરાત બહારના


પરીક્ષા પહેલા પેપર ફોડવાનું કામ કરવા માટે ગુજરાત બહારની ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં યુપી, ઓડિશા, બિહારની ગેંગ ગુજરાતમાં આવીને નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું ખુલી રહ્યું છે. પેપર ફૂટવાના કેસમાં જે 15 આરોપીઓ પકડાયા છે તેમાંથી 10 ગુજરાત બહારના છે. જેમાં ઓડિશા, યુપી અને બિહારના લોકોનો સમાવેશ થાય છે. જ્યારે આ સિવાય જે 5 લોકો પકડાયા છે તેઓ ગુજરાતના છે.

હવે આ પકડાયેલા લોકોની મદદથી જે મોટા માથા નેટવર્ક ચલાવી રહ્યા હતા તેમને પણ ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


પંચાયત સેવા પસંદગી મંડળના સભ્યનો ખુલાસો


પંચાયત સેવા પસંદગી મંડળના સભ્ય રાજીકા કચેરિયાએ જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવાના કેસમાં જણાવ્યું છે કે, "અમે આ ઘટનાને લઈને બહુ જ ચિંતિત છીએ, આ જે બનાવ બન્યો છે તેમાં ગુજરાત બહારની ગેંગ સંડોવાયેલી છે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે. આ કૃત્ય દંડનીય છે, આ જેમણે કર્યું છે તેમને 100 ટકા સજા મળશે."
First published:

Tags: Gujarati news, Paper leak, Vadodara, પરીક્ષા, પેપર લીક, વડોદરા સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો