ત્રણ બચ્ચાંને જન્મ આપી કુતુહલ સર્જનારી દીપડીએ ગ્રામજનોને ડરાવ્યા

જુનાગઢઃજુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના શેપા ગામે બંધ મકાનમાં દીપડીએ ત્રણ બચ્ચાને જન્મ આપતાં આસપાસના વિસ્તારમાં ભય સાથે કુતુહલ સર્જાયો હતો. જો કે, વન વિભાગે બચ્ચાને પકડી દીપડીને પકડવા પ્રયાસો કર્યા હતા. પરંતુ નીષ્ફળ રહ્યા હતા ત્યારે કલાકો બાદ પણ હાથ ન લાગેલી દીપડી બચ્ચાની શોધમાં ગ્રામજનો પર ગમે ત્યારે હુમલો કરે તેવી દહેશત ફેલાઇ છે.

સેપાના ભીમા બારડ નામના વ્યકતી પોતાના બંધ મકાનમા દીવાબત્તી કરવા જતા દીપડી દેખાતા સરપંચને જાણ કરી વન વિભાગની ટીમને બોલવી હતી. વન વિભાગે સાસણથી રેશ્કયુ ટીમ બોલાવી હતી. આ રેશક્યુ ટીમે છ કલાકની મહેનત કરવા છતા માત્ર ત્રણ બચ્ચાને જ પકડવામાં સફળતા મળી હતી. દીપડીને પકડવા માટે વન વિભાગની ટીમ રેશ્કયુ કરી રહી છે.
ગ્રામજનોનું કહેવું છે દીપડીના બચ્ચા વન વિભાગ લઇ ગયા હોવાથી દીપડી ખુખાર થવાનો ભય છે. બચ્ચાની શોધમાં તે ગ્રામજનોને નીશાન બનાવી શકે છે જેને લઇને ભય ફેલાયો છે.
આજે વહેલી સવારે દીપડી વન વિભાગને ચકમો આપી ભાગી ગઇ હતી. જેથી વન વિભાગ પણ ચિંતામાં મુકાયુ હતુ. આ બાબતે સ્થાનીક લોકો અને વન અધીકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ પણ બોલાવી પડી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે દીપડીને વન વિભાગે છોડી મુકી છેે જયારે વન અધીકારીનું કહેવુ છે બારડુ તોડી દીપડી નાસીજવામાં સફળ થતા અમારી ચીંતા વધી છે. અને ગ્રમજનોનું રોષ પણ વ્યાજબી છે ત્યારે અમે ફરી આ દીપડી પકડવા બે પાંજરા ગોઠવવા કામગીરી હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર