પ્રોપર્ટી ડીલરે ઝેર ખાઈને કરી આત્મહત્યા, 4 પાનાની સુસાઇડ નોટમાં લખી આ વાત

બિઝનેસ પાર્ટનરે ઉધાર લીધેલા પૈસા આપવાનો ઈન્કાર કરીને મારવાની ધમકી આપતાં સુરેશ ત્યાગીએ માઠું લાગતા કરી આત્મહત્યા

બિઝનેસ પાર્ટનરે ઉધાર લીધેલા પૈસા આપવાનો ઈન્કાર કરીને મારવાની ધમકી આપતાં સુરેશ ત્યાગીએ માઠું લાગતા કરી આત્મહત્યા

 • Share this:
  પાણીપત. હરિયાણા (Haryana)ના પાણીપત જિલ્લા (Panipat District)માં એક પ્રોપર્ટી ડીલર (Property Dealer)એ ઝેર ખાઈને આત્મહત્યા (Suicide) કરી લીધી. મામલો પાણીપત જિલ્લાના સમાલખા વિસ્તારનો છે. ઝેર ખાતાં પહેલા પ્રોપર્ટી ડીલરે 4 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જે તેમની પાસેથી મળી આવી છે. સુસાઇડ નોટમાં રામકરણ દ્વારા 60 હજાર રૂપિયા લેવા અને માંગવા પર યુવકોથી મારઝૂડ કરવાની વાત લખી છે. આ કારણે તેઓ અપમાનિત અનુભવી રહ્યા હતા. ત્યારબાદ તેમણે ઝેર ખાઈને પોતાનો જીવ આપી દીધો. પોલીસ (Police) મામલાની તપાસ કરી રહી છે.

  4 પાનાની સુસાઇડ નોટમાં સુરેશ ત્યાગીએ શું લખ્યું?

  પોલીસને ચાર પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. મૃતકના દીકરાએ સમાલખા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. અંકિતે જણાવ્યું કે તે એન્જિનિયર છે અને દિલ્હી સ્થિત એક કંપનીમાં કામ કરે છે. તેના પિતા સુરેશ ત્યાગી પ્રોપર્ટી ડીલર હતા. તેઓ જૌરાસી રોડ સ્થિત ઓફિસમાં આટા ગામ નિવાસી રામકરણની સાથે કામ કરતા હતા. લગભગ 6 મહિના પહેલા તેમના પિતાએ બુઆ ઈશ્વરીથી 30 હજાર રૂપિયા લાવીને આપ્યા હતા. લગભગ બે મહિના પહેલા વધુ 30 હજાર રૂપિયા આપ્યા.

  આ પણ વાંચો, વિધવા મહિલાનો પોલીસકર્મી પર છેતરીને લગ્ન કરવાની સાથે 10 લાખ રૂપિયા પડાવી દેવાનો આરોપ, જાણો કેવી રીતે ખુલી પોલ


  આ પણ વાંચો, સરપંચે ક્લાસમાં ઘૂસીને શિક્ષિકા સાથે આચર્યું દુષ્કર્મ, બહેને બૂમાબૂમ કરી તો થયો ફરાર

  તપાસમાં લાગી પોલીસ

  મૃતકના દીકરાએ જણાવ્યું કે જ્યારે તેના પિતાએ રામકરણ પાસેથી રૂપિયા પરત માંગ્યા તો તેણે આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. આરોપ છે કે રામકરણે પોતાના ગામના યુવકોને બોલાવીને તેમની સાથે મારઝૂડ કરી. જેના કારણે તેમના પિતાએ મંગળવાર સાંજે ઝેરી પદાર્થ ખાઈ લીધો. પરિજનોએ તેમને સમાલખા હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા. જ્યાં મોડી રાત્રે તેમનું મોત થઈ ગયું. હાલ પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે.
  Published by:Mrunal Bhojak
  First published: