Home /News /gujarat /Panchmahal News: શ્રમજીવીનું આફ્રિકામાં મોત, અંતિમ સંસ્કાર માટે સપ્તાહથી સ્વજનોનો વલોપાત

Panchmahal News: શ્રમજીવીનું આફ્રિકામાં મોત, અંતિમ સંસ્કાર માટે સપ્તાહથી સ્વજનોનો વલોપાત

પંચમહાલના શ્રમજીવીનું સાઉથ આફ્રિકામાં મોત નિપજ્યું

Panchmahal News: પંચમહાલના શ્રમજીવીનું સાઉથ આફ્રિકામાં મોત નિપજ્યું. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે એક સપ્તાહથી સ્વજનો વલોપાત કરી રહ્યા છે. સ્વજનો મૃતદેહ ઘરે લાવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals, India
પંચમહાલ: ઘોઘંબા તાલુકાના નિકોલા ગામના શ્રમજીવીનું સાઉથ આફ્રિકામાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે એક સપ્તાહથી સ્વજનો વલોપાત કરી રહ્યા છે. સ્વજનો મૃતદેહ ઘરે લાવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. આ શ્રમજીવી દોઢ વર્ષ અગાઉ સેન્ટિંગ કામની મજૂરી માટે ભુજની કંપની મારફતે સાઉથ આફ્રિકા ગયા હતા.

ગત શુક્રવારે પરિવારજનોને બાબુભાઇ બારીયા મૃત્યુ પામ્યા બાદ સ્વજનોને મૃતદેહ આપવા અંગે યોગ્ય પ્રત્યુતર મળી રહ્યો નથી. સ્વજનો પોતાના પિતાના અંતિમ સંસ્કાર અને દર્શન માટે એક સપ્તાહથી ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે. મામલતદાર દ્વારા પણ બનાવ અંગે નિકોલા આવી પંચનામું કરવામાં આવ્યું હતું. મૃતકના સ્વજનોએ સ્થાનિક ધારાસભ્ય મારફતે સાંસદને પણ રજૂઆત કરી છે.

આ પણ  વાંચો: વડોદરા: રોમિયો દ્વારા યુવતીની છેડતીનો વીડિયો પોલીસે કર્યો ટ્વિટ

સાઉથ આફ્રિકામાં સ્વજનનો મોત થતાં નિકોલા ગામમાં શોકની લાગણી ફેલાઇ છે. સાથે જ પરિવારજનોના આંસુ સૂકાઇ રહ્યા નથી. સ્વજનના મોતના સમાચાર મળ્યા બાદથી પરિવારમાં ભારે શોક છે. જ્યારે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે એક સપ્તાહથી સ્વજનો વલોપાત કરી રહ્યા છે. સ્વજનો મૃતદેહ ઘરે લાવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.
First published:

Tags: Gujarat News, Panchmahal News

विज्ञापन