Home /News /gujarat /

પાલનપુરની દીકરીનું USમાં નિધન, વતન આવવાની અંતિમ ઇચ્છા ન થઇ પૂરી

પાલનપુરની દીકરીનું USમાં નિધન, વતન આવવાની અંતિમ ઇચ્છા ન થઇ પૂરી

શરૂઆતમાં તેની તબિયતમાં સુધારો આવ્યો હતો પરંતુ બાદમાં તેના હાર્ટ, કિડની અને ફેફસાંને નુકસાન થતાં તબિયત લથડવા માંડી હતી.

શરૂઆતમાં તેની તબિયતમાં સુધારો આવ્યો હતો પરંતુ બાદમાં તેના હાર્ટ, કિડની અને ફેફસાંને નુકસાન થતાં તબિયત લથડવા માંડી હતી.

  પાલનપુર : વાસણા ગામની ભૂમિ નરસિંહભાઇ ચૌધરી અમેરિકાની આર્મેનીયા કોલેજમાં મેડિકલનો અભ્યા, કરતી હતી. જ્યાં 20 દિવસ પહેલા તેને ન્યૂમોનિયા થતા મરીન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની અંતિમ ઇચ્છા હતી કે તેને ભારત પાછું આવવું હતું. તેના માતાપિતાએ તેને ભારત લાવવ માટે ઘણાં પ્રયત્નો કર્યા હતા. તેમને ખાસ પ્લેનથી તેને લાવવાની મંજૂરી પણ મળી ગઇ હતી. પરંતુ તે પ્લેન જાય તે પહેલા ભૂમિએ આ દુનિયાને અલવિદા કહી દીધી. તસવીર ફેસબૂકમાંથી)


  મળતી માહિતી પ્રમાણે પાલનપુર તાલુકાના વાસણા ગામની બે બહેનો ભૂમિ અને સિદ્ધિ ચૌધરી મેડિકલ અભ્યાસ માટે અમેરીકા ગઈ હતી. ભૂમિ ચોથા વર્ષમાં હતી અને નાની દિકરી સિધ્ધી બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તસવીર ફેસબૂકમાંથી)


  થોડા દિવસ પહેલા ભૂમિની તબિયત લથડતા તેને ત્યાંની મેરીન હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. શરૂઆતમાં તેની તબિયતમાં સુધારો આવ્યો હતો પરંતુ બાદમાં તેના હાર્ટ, કિડની અને ફેફસાંને નુકસાન થતાં તબિયત લથડવા માંડી હતી. તસવીર ફેસબૂકમાંથી)


  ભૂમિને ભારત લાવવા માટે એરલીફટ કરવા પ્રાઈવેટ પ્લેન નક્કી કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી માગી હતી. આ માટેની મંજૂરી મળી ગઇ હતી. 15 મે ના રોજ પ્લેન લેવા માટે જવાનું હતું. તે પહેલા જ ભૂમિના મોતના સમાચાર આવી ગયા હતા. ભૂમિનું મૃત્યુ થતાં તેની અંતિમવિધિ પણ આર્મેનિયામાં કરવામાં આવશે. (તસવીર ફેસબૂકમાંથી)
  Published by:user_1
  First published:

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन