Exclusive : જો ભારત સ્વીકારે કે જાધવ જાસૂસ હતો તો જ પાકિસ્તાન છોડશે

News18 Gujarati
Updated: July 18, 2019, 2:35 PM IST
Exclusive : જો ભારત સ્વીકારે કે જાધવ જાસૂસ હતો તો જ પાકિસ્તાન છોડશે
ન્યૂઝ18 ક્રિએટિવ

ઇસ્લામાબાદાના એક સિનિયર અધિકારીએ કહ્યું કે પાકિસ્તાન સમજે છે કે નબળી આર્થિત સ્થિતીનો સામનો કરી રહેલા પાકિસ્તાન પાસે ભારત સાથે લડવાની ક્ષમતા નથી

  • Share this:
પ્રવિણ સ્વામી

પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહેલા ભારતના બિઝનેસમેન કુલભૂષણ જાધવની મુક્તિ શક્ય છે પરંતુ તેના માટે ભારતે પાકિસ્તાનની આ શરતનું પાલન કરવું પડશે. પાકિસ્તાન સરકારના નજીકના સૂત્રોએ ફર્સ્ટપોસ્ટને એક્સક્લૂઝિવ માહિતી આપી કે જો ભારત સ્વીકારે કે જાધવ જાસૂસ હતો તો જ પાકિસ્તાન તેને છોડશે.

ઇસ્લામાબાદાના એક સિનિયર અધિકારીએ કહ્યું કે પાકિસ્તાન સમજે છે કે નબળી આર્થિત સ્થિતીનો સામનો કરી રહેલા પાકિસ્તાન પાસે ભારત સાથે લડવાની ક્ષમતા નથી બચી તેથી તેઓ જાધવને છોડવાની ઑફર દ્વારા વણસેલા સંબંધોને પાટે ચડાવવાનો પ્રયાસ કરી શકે છે.

આ પણ વાંચો :  વિશ્વાસ મત પ્રસ્તાવ : CM કુમારસ્વામીએ કહ્યુ -વિપક્ષને સરકાર પાડવામાં ઉતાવળ કેમ?

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટ ઑફ જસ્ટીસમાં એક સિક્રેટ ડોક્યુમેન્ટ સબમીટ કર્યો હતો. આ ડોક્યુમેન્ટમાં પાકિસ્તાને જણાવ્યું હતું કે પાકિસ્તાને 30 ઑક્ટોબર 2017ના રોજ ભારતને એક ખાનગી ઑફર કરી હતી. પાકિસ્તાન જાધવને છોડવાની તૈયારી દર્શાવી હતી. જો ભારત સ્વીકારે કે જાધવ જાસૂસ હતો તો પાકિસ્તાન તેને છોડવા માટે તૈયાર છે.

આ પણ વાંચો : અયોધ્યા મામલો : બીજી ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી થશેન્યૂ દિલ્હીએ પાકિસ્તાનની આ ઓફર નકારી દીધી હતી. જાધવ સામે પાકિસ્તાને ફાઇલ કરેલી એફઆઈઆરમાં તેના 15 મદદગારોની યાદીમાં નેશનલ સિક્યોરિટી અડેવાઇઝર અજીત ડોવલ, પૂર્વ નેવલ ચિફ સુરેશ મહેતા, પૂર્વ રિસર્ચ અને એનાલિસિસ વિંગના વડા આલોક જોષીના નામ ઉમેર્યા હતા.

ભારતે 11 નવેમ્બરે એક પત્ર લખી પાકિસ્તાનની ઑફર નકારી હતી અને તેને ભારત વિરુદ્ધ પાકિસ્તાનના પ્રોપાગેન્ડાનો ભાગ ગણાવી હતી. પાકિસ્તાને આ કેસમાં જાધવના ફોન કોલ, બેંક બેલેન્સ અને ઉપરી અધિકારીઓ સાથે પૂછપરછ કરવાની માંગણી કરી હતી. જોકે, ભારતે એ તમામ માંગણીઓ અસ્વીકારી હતી અને પાકિસ્તાનને જણાવ્યું હતું કે પહેલાં તે જાધવનો કોન્સ્યૂલર એક્સેસ આપે.

 
First published: July 18, 2019, 2:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading