Home /News /gujarat /પાકિસ્તાનમાં પોલીસ હેડક્વાર્ટર પર 10 આતંકવાદીઓએ કર્યો હુમલો, એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર

પાકિસ્તાનમાં પોલીસ હેડક્વાર્ટર પર 10 આતંકવાદીઓએ કર્યો હુમલો, એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર

પોલીસ હેડક્વાર્ટર પર 10 આતંકવાદીઓનો હુમલો

પાકિસ્તાનના (Pakistan) કરાચીમાં શાહરાહ-એ-ફૈઝલ વિસ્તારમાં સ્થિત પોલીસ હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો છે. પ્રારંભિક અહેવાલો અનુસાર 8-10 હથિયારધારી આતંકવાદીઓ ઓફિસમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. તેમની પાસે મોટી માત્રામાં દારૂગોળો પણ હોવાની વાત સામે આવી છે.

વધુ જુઓ ...
કરાચી: પાકિસ્તાનના (Pakistan) કરાચીમાં શાહરાહ-એ-ફૈઝલ વિસ્તારમાં સ્થિત પોલીસ હેડક્વાર્ટર પર કેટલાક આતંકવાદીઓએ હુમલો કર્યો છે. તેમની સંખ્યા 8 થી 10 જણાવવામાં આવી રહી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર હેડક્વાર્ટરમાં 10થી વધુ આતંકીઓ હાજર હોઈ શકે છે. આ સાથે આતંકવાદીઓ બહુમાળી ઈમારતની અંદર પણ ઘૂસી ગયા છે. જો કે સુરક્ષાદળો અને પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. જણાવી દઈએ કે, 2 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. આ સાથે, ઘટના સ્થળે ગોળીબાર અને વિસ્ફોટના અવાજો ગુંજી રહ્યા છે.

આ પણ વાંચો: ભીખારી પાકિસ્તાનમાં મુર્દાબાદના નારા, જાણો શા માટે POKમાં 'સિંધુદેશ' બનાવવાની ઉઠી છે માગ

સ્થાનિક મીડિયા અનુસાર, કરાચી પોલીસ વડાની ઓફિસમાં પ્રવેશતા પહેલા આતંકવાદીઓએ હેન્ડ ગ્રેનેડ ફેંક્યા અને પછી ગોળીબાર કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, અર્ધલશ્કરી રેન્જર્સ, પોલીસ અને હુમલાખોરો વચ્ચે ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. હુમલાખોરોને ઘેરવા માટે જિલ્લા અને પ્રદેશની તમામ મોબાઈલ વાનને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી છે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે કહ્યું કે, આ હુમલાને કોઈપણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં. આ હુમલામાં સામેલ લોકોની ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ અલગ-અલગ જૂથોમાં વહેંચાઈને હુમલો કર્યો હતો. તેઓ ગ્રેનેડ ફેંકી રહ્યા છે અને સતત ફાયરિંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓની ચોક્કસ સંખ્યા વિશે સ્પષ્ટપણે કશું કહી શકાય એમ નહીં. અહીં આતંકીઓના ફાયરિંગમાં એક જવાન ઘાયલ થયો છે. તેની ઓળખ સાજિદ તરીકે થઈ છે, જેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
First published:

Tags: Pakistan news, Terrorist Attacks

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો