Home /News /gujarat /

ભારતમાં પરમાણુ હુમલાની ધમકી આપનાર પાક. રેલવે મંત્રીની લંડનમાં ધોલાઇ

ભારતમાં પરમાણુ હુમલાની ધમકી આપનાર પાક. રેલવે મંત્રીની લંડનમાં ધોલાઇ

શેખ રશિદ

પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા પ્રમાણે અવામી મુસ્લિમ લીગના પ્રમુખ તેમજ રેલવે મંત્રી શેખ શહીદ લંડનની એક હોટલમાં એવોર્ડ સમારંભમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.

    જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 (Article 370) હટાવ્યા બાદ ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપનારા પાકિસ્તાન (Pakistan)ના નેતા તેમજ રેલવે મંત્રી શેખ રશીદ (Sheikh Rashid)ની લંડન (London)માં ધોલાઈ કરવામાં આવી હતી. લોકોએ તેમને મુક્કા માર્યા હતા તેમજ તેમના પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા.

    પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા પ્રમાણે અવામી મુસ્લિમ લીગના પ્રમુખ તેમજ રેલવે મંત્રી શેખ શહીદ લંડનની એક હોટલમાં એવોર્ડ સમારંભમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના પર હુમલો થયો હતો. હુમલાખોરો તેમની સાથે મારપીટ બાદ ત્યાંથી ભાગી ગયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સાથે સંબંધ ધરાવતા પીપલ્સ યૂથ ઓર્ગેનાઇઝેશન યૂરોપના અધ્યક્ષ આસિફ અલી અને પાર્ટીની ગ્રેટર લંડન મહિલા શાખાની અધ્યક્ષા સમાહ નાઝે લીધી છે.

    રેલવે મંત્રી શેખ રશીદે થોડા દિવસ પહેલા જ પીપીપીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારી વિરુદ્ધ અપશબ્દો ઉચ્ચાર્યા હતાં. જે બાદમાં પીપલ્સ યૂથ ઓર્ગેનાઇઝેશન યૂરોપ અને ગ્રેટર લંડન મહિલા શાખાના સભ્યો તેમનાથી નારાજ હતા. જોકે, તેમણે રશીદ પર ફક્ત ઇંડા ફેંક્યાનું જણાવ્યું હતું.



    હુમલાખોરોએ ફક્ત ઇંડા ફેંક્યા

    બંને નેતાઓએ કહ્યુ કે પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદે તેમનો આભાર માનવો જોઈએ કે તેમણે બ્રિટનમાં વિરોધ માટે ફક્ત ઇંડા ફેંકવાનો સભ્ય રસ્તો અપનાવ્યો હતો. અવામી મુસ્લિમ લીગનું કહેવું છે કે તેમની પાસે આનો કોઈ વીડિયો નથી પરંતુ સંગઠનના સભ્યોએ જણાવ્યું કે રેલવે મંત્રી પર હુમલો થયો હતો. આ અંગે કેસ પણ નોંધવામાં આવી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Jammu and kashmir, પાકિસ્તાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन