Home /News /gujarat /પાકિસ્તાનનો કાશ્મીરને હચમચાવવાનો પ્લાન, 120 આતંકીઓ ઘૂસણખોરી માટે તૈયાર

પાકિસ્તાનનો કાશ્મીરને હચમચાવવાનો પ્લાન, 120 આતંકીઓ ઘૂસણખોરી માટે તૈયાર

ઠંડીની શરૂઆત થાય તે પહેલા પાકિસ્તાન ફરી એકવાર કાશ્મીરને હચમચાવી નાખવાની ફિરાકમાં છે. (ફાઇલ તસવીર-ન્યૂઝ18)

ઠંડીની શરૂઆત થાય તે પહેલા પાકિસ્તાન ફરી એકવાર કાશ્મીરને હચમચાવી નાખવાની ફિરાકમાં છે. આ માટે તેણે કુપવાડા વિસ્તારમાંથી 120 આતંકીઓને ઘૂસણખોરી માટે તૈયાર કર્યા છે. ન્યૂઝ18ની પાસે પાકિસ્તાનના પ્લાનનો એક લેટર છે, જેમાં જાણવા મળ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી માટે કુપવાડાને નવું ઠેકાણું બનાવવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર 12થી વધુ લોન્ચિંગ પેડ પાકિસ્તાને આ સેક્ટરમાં જ આતંકવાદીઓ તૈયાર કર્યા છે. જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે.

વધુ જુઓ ...
    કુપવાડા: ઠંડીની શરૂઆત થાય તે પહેલા પાકિસ્તાન ફરી એકવાર કાશ્મીરને હચમચાવી નાખવાની ફિરાકમાં છે. આ માટે તેણે કુપવાડા વિસ્તારમાંથી 120 આતંકીઓને ઘૂસણખોરી માટે તૈયાર કર્યા છે. ન્યૂઝ18ની પાસે પાકિસ્તાનના પ્લાનનો એક લેટર છે, જેમાં જાણવા મળ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી માટે કુપવાડાને નવું ઠેકાણું બનાવવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર 12થી વધુ લોન્ચિંગ પેડ પાકિસ્તાને આ સેક્ટરમાં જ આતંકવાદીઓ તૈયાર કર્યા છે. જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે.

    છેલ્લા 10 દિવસમાં કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં બે મોટા એન્કાઉન્ટર થયા છે, જેમાં એક આતંકી માર્યો ગયો છે. આ સાથે બેની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર શિયાળામાં હિમવર્ષા પહેલા પાકિસ્તાને કુપવાડા વિસ્તારમાંથી જ 120 આતંકીઓને કાશ્મીરમાં ઘુસાડવાની યોજના તૈયાર કરી છે. પાકિસ્તાન આર્મીની એક પ્લાટૂન ભારત-પાકિસ્તાનની સરહદના કુપવાડા ક્ષેત્રમાં આતંકવાદીઓના આ લોન્ચ પેડને સુરક્ષા અને અન્ય સંસાધનો આપી રહી છે.

    ન્યૂઝ 18 ઈન્ડિયાને ઓક્ટોબર 2022માં પાકિસ્તાનની ઘૂસણખોરી યોજના વિશે મહત્વપૂર્ણ માહિતી મળી હતી, જે મુજબ 120 આતંકવાદીઓ ઘૂસણખોરી માટે તૈયાર છે. PoK લિપામાં 1 લોન્ચિંગ પેડ છે, જેમાં 20-25 આતંકીઓ હાજર છે. પીઓકેમાં 10 આતંકવાદીઓની હાજરીનું એક આતંકવાદી લોન્ચિંગ પેડ છે. આનાથી થોડે દૂર અટમુકામમાં 3 આતંકવાદી લોન્ચિંગ પેડ છે, જેમાં લગભગ 40 આતંકીઓ તૈયાર છે. દૂધ નિહાલ વિસ્તારમાં 2 લૉન્ચિંગ પેડ છે, જેમાં 20-25 આતંકવાદીઓની હાજરી છે.

    કુપવાડાની આસપાસ 5 નાના આતંકવાદી કેમ્પ સક્રિય

    આ સિવાય કુપવાડાની આસપાસના વિસ્તારોમાં 5 નાના આતંકી કેમ્પ છે, જેમાં 50 જેટલા આતંકીઓ હાજર છે, એટલે કે ઠંડીની શરૂઆત પહેલા ફરી એકવાર પાકિસ્તાને આતંકવાદીઓના લોન્ચિંગ પેડને સક્રિય કરી દીધા છે. તેના દ્વારા કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Pakistan Army, Terrorist Group, Terrorists

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन