ભારતની પરમાણુ પનડુબ્બી આઈએનએસ અરિહંતની સજ્જતાને લઈ પાકિસ્તાને ગુરૂવારે ચિંતા જાહેર કરી છે. પાકિસ્તાને કહ્યું કે, દક્ષિણ એશિયામાં પરમાણુ અને પરંપરાગત ક્ષેત્રોમાં પડકારોને પહોંચીવળવા માટે ઈસ્લામાબાદની ક્ષમતા પર કોઈ સંદેહ ન હોવો જોઈએ.
પાકિસ્તાન વિદેશ કાર્યાલય પ્રવક્તા મોહમ્મદ ફેસલે કહ્યું કે, આ ઘટનાક્રમ દક્ષિણ એશિયામાં માટે તૈયાર પરમાણુ આયુધની પ્રથમ વાસ્તવિત સજ્જતા છે, જે ન માત્ર હિંદ મહાસાગર તટ પર સ્થિત દેશો માટે, પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે પણ ચિતાનો વિષય છે. આઈએનએસ અરિહંતે આ અઠવાડીયે પોતાની પ્રથમ પ્રતિરોધી તૈયારી સફળતા પૂર્વક પૂરી કરી છે, જેથી ભારત હવે તે મહત્વના દેશોમાં સામેલ થઈ ગયું છે, જે આ રીતની પનડુબ્બીની ડિઝાઈન તૈયાર કરવામાં, તેના નિર્માણ કરવામાં અને તેનો સારી રતે ઉપયોગ કરવામાં સક્ષમ છે.
પ્રવક્તાએ કહ્યું કે, ભારત દ્વારા મિસાઈલ પરિક્ષણોને વધારવા, પરમાણુ હથિયારોનું પ્રદર્શન અને તેની સજ્જ મિસાઈલ પ્રોદ્યોગિકી નિયંત્રણ વ્યવસ્થાથી ભારતને મળતા લાભોના આંકલનની માંગ કરે છે. પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સામરિક સ્થિરતાને લઈ પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું કે, કોઈએ પણ દક્ષિણ એશિયામાં પરમાણુ અને પરંપરાગત ક્ષેત્રમાં હાલમાં પેદા થયેલા પડકારોને પહોંચીવળવા માટે પાકિસ્તાનની ક્ષમતાને લઈ ભ્રમમાં ન રહેવું જોઈએ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર