ઇમરાન ખાનના અપમાન પર PAK મંત્રીએ કહ્યું - કાશ્મીર મામલે અમેરિકા પાસે કોઈ આશા નથી

News18 Gujarati
Updated: September 22, 2019, 9:58 PM IST
ઇમરાન ખાનના અપમાન પર PAK મંત્રીએ કહ્યું - કાશ્મીર મામલે અમેરિકા પાસે કોઈ આશા નથી
ઇમરાન ખાનના અપમાન પર PAK મંત્રીએ કહ્યું - કાશ્મીર મામલે અમેરિકા પાસે કોઈ આશા નથી

કાશ્મીર મામલામાં અમેરિકા ઉપર વિશ્વાસ કરી શકાય નહીં - શેખ રાશિદ

  • Share this:
અમેરિકા પહોંચવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નું શાનદાર સ્વાગત થઈ રહ્યું છે. જ્યારે પાકિસ્તાન(Pakistan)ના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનું (Imran Khan) ઘણું અપમાન થઈ રહ્યું છે. પાકિસ્તાન પીએમ ઇમરાન ખાન જ્યારે સાઉદી અરબ (Saudi Arabia)ના વિમાનથી ન્યૂયોર્ક પહોંચ્યા તો તેમના સ્વાગત કરવા માટે અમેરિકાના કોઇ અધિકારી પહોંચ્યા ન હતા.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી માટે ફક્ત 1 ફૂટનો જ રેડ કાર્પેટ પાથર્યો હતો. બીજી તરફ જ્યારે પીએમ મોદી હ્યુસ્ટન સ્થિત જ્યોર્જ બુશ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા તો તેમનું જોરદાર સ્વાગત થયું હતું. તેમના માટે રેડ કાર્પેટ પાથરેલી હતી અને અમેરિકી અધિકારી તેમના સ્વાગતમાં એરપોર્ટ પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો - હ્યૂસ્ટનમાં ભારતીય સમુદાયે મોદીનું કર્યું ભવ્ય સ્વાગત, PMને ગણાવ્યા ડાઇનૅમિક નેતા

શેખ રાશિદ ભડક્યા
આ ઘટનાક્રમ ઉપર પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશિદ ભડકી ગયા છે. શેખ રાશિદે એમ પણ કહ્યું છે કે કાશ્મીર મામલામાં અમેરિકા ઉપર વિશ્વાસ કરી શકાય નહીં. શેખ રાશિદે ચીનને કાશ્મીર મામલે નજીકનું બતાવ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રીનનું અપમાન થતા તેના દેશના લોકો પણ મજાક ઉડાવી રહ્યા છે.

પાકિસ્તાનની પત્રકાર નાયલા ઇનાયતે લખ્યું છે કે પાકિસ્તાનના પીએમને રિસીવ કરવા માટે અમેરિકાના કયા અધિકારી આવ્યા છે? એક યૂઝરે લખ્યું છે કે પીએમ ઇમરાન ખાનનું મોટા રેડ કાર્પેટ પર વેલકમ થયું છે. અમેરિકી વરિષ્ઠ અધિકારી મલીહા લોધી તેમના સ્વાગતમાં હાજર હતી. ઉલ્લેખનીય છે કે મલીહા લોધી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની રાજદુત છે.
First published: September 22, 2019, 9:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading