આર્ટિકલ 370ને ખતમ કરવામાં કેન્દ્ર સરકારના આદેશ પછી IBએ દિલ્હી પોલીસને દિલ્હી-એનસીઆરમાં મોટા આતંકવાદી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. આઈબીના ટોપ સીક્રેટ રિપોર્ટમાં કહેવાયું છે કે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) અને લશ્કર-એ-તૈયબા (એલઇટી)ની પોલ ખુલ્યા પછી પાકિસ્તાનની આઈએસઆઈનો નવો પોસ્ટર બોય અલ ઉમર મુજાહિદ્દીન(એયૂએમ) છે અને તે ઘાટી બહાર મોટા આતંકવાદી હુમલા કરવામાં સક્ષમ છે.
પાકિસ્તાનના આતંકવાદી સંગઠન એયૂએમનો સરગના કાશ્મીરનો ખુંખાર આતંકવાદી મુશ્તાક અહમદ જરગર ઉર્ફે મુશ્તાક લાતરામ છે. જેના મોડ્યુલે આ વર્ષે 12 જૂને શ્રીનગરની નજીક અનંતબાગમાં આતંકવાદી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના પાંચ જવાન શહીદ થયા હતા.
IBના રિપોર્ટમાં થયો ખુલાસો
આઈબીના રિપોર્ટમાં કહેવાયું છે કે જરગરે જમ્મૂ અને કાશ્મીર તથા PoKના યુવકોને ભરતી કર્યા છે. આર્ટિકલ 370 હટાવ્યા પછી આઈએસઆઈનો ઉદ્દેશ્ય જરગરના યુવકોથી જમ્મુ અને કાશ્મીરની અંદર અને ભારતના અન્ય ભાગોમાં આતંકવાદી હુમલો કરવાનો છે.
દિલ્હી પોલીસના ટોચના અધિકારીઓને સુરક્ષા સંબંધી જાણકારી આપતા આઈબીએ તેમને આઈએસઆઈની યોજનાથી નિપટવા માટે એનસીઆરમાં આતંકવાદ વિરોધી સખત પગલા ઉઠાવવાની સલાહ આપી છે. પોલીસ દ્વારા લેવામાં આવેલ પગલામાં સાયબર ફેકે સાથે-સાથે જુની કારોના વેપારીઓ, સિમ કાર્ડ વેપારી, રસાયનની દુકાનો ઉપર સખત નજર રાખવા ઉપરાંત અન્ય ગોપનીય પગલા ઉઠાવ્યા છે.
એયૂએમનું મુખ્યાલય મુજફ્ફરાબાદમાં
રિપોર્ટમાં કહેવાયું છે કે વર્તમાનમાં એયૂએમનું મુખ્યાલય મુજફ્ફરાબાદમાં છે. જ્યાં આ સંગઠન આઈએસઆઈ અધિકારીઓની દેખરેખમાં એક આતંકવાદી શિવિર સંચાલિત કરે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે વર્તમાનમાં પાકિસ્તાનની સરકાર તેની સેના અને આઈએસઆઈ મળીને કામ કરી રહ્યા છે અને તે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં ઉતાવળા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર