'ના ભાગલાં થતા ના આપણે આટલા ઝલીલ થતા' હાર પર બોલ્યા પાકિસ્તાની ફેન્સ

IndVsPak ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાની ટીમની તેમનાં જ દેશમાં ઘણી ફજૈતી થઇ રહી છે. સિરાજ હુસૈન નામનાં એક યુઝરે લખ્યું, 'ડોલરનો રેટ અને ઇન્ડિયાનાં રન્સને કંટ્રોલ કરવું શક્ય નથી'

News18 Gujarati
Updated: June 17, 2019, 10:52 AM IST
'ના ભાગલાં થતા ના આપણે આટલા ઝલીલ થતા' હાર પર બોલ્યા પાકિસ્તાની ફેન્સ
પાકિસ્તાની ફેન્સમાં રોષ
News18 Gujarati
Updated: June 17, 2019, 10:52 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: World Cup 2019 રવિવારે ભારત પાકિસ્તાનની મેચ રમવામાં આવી. ભારતનાં પાંચ વિકેટનાં નુક્સાન પર પાકિસ્તાનની સામે 337 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જોકે પાકિસ્તાની ટીમ આ લક્ષ્યથી જોજનો દૂર હતી.
વરસાદને કારણે 40 ઓવર સુધી મેચમાં પાકિસ્તાન 6 વિકેટનાં નુક્સાન પર 212 રન બનાવી શકી હતી. આ હાર બાદ સાતમી વખત થયુ જ્યારે વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાન ભારતથી હાર્યુ હોય.

ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાની ટીમની તેમનાં જ દેશમાં ઘણી ફજૈતી થઇ રહી છે. સિરાજ હુસૈન નામનાં એક યુઝરે લખ્યું, 'ડોલરનો રેટ અને ઇન્ડિયાનાં રન્સને કંટ્રોલ કરવું શક્ય નથી' પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર અને રાવલપિંડી

એક્સપ્રેસ કહેવાતા ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટીમનાં કેપ્ટન સરફરાઝ એહમદને 'બ્રેન લેસ' કહી દીધો.
ભાવૂક થયા ફેન્સ- કેટલાંક ફેન્સ ભાવૂક થયા. પાકિસ્તાનની હાર બાદ તે રોવા લાગ્યો હતો. પાકિસાતનનાં પ્રશંસક મોમિન સાકિબે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં આરોપ લગાવ્યો હતો કે, 'મેચનાં એક દિવસ પહેલાં પાકિસ્તાની ટીમનાં
ખેલાડીઓ બર્ગર અને પિઝા ખાતા હતાં. તેમની ફિટનેસ એવી છે કે તેમનાંથી દંગલ લડાવવું જોઇએ.'


ભારતની પાકિસ્તાન સામેની જીત બાદ જાણે ભારતે વર્લ્ડ કપ જીતી લીધો હોય તેવો માહોલ દેશમાં છે તો પાકિસ્તાન પણ તેનું દુ:ખ એ રીતે મજાકમાં ઠાલવી રહ્યું છે કે તે વાંચીને દરેક ભારતીયને મજા પડી જશે.
First published: June 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...