Home /News /gujarat /

'પદ્માવતી' રિલીઝ થઈ તો કાપી નાખીશું દીપિકાનું નાક - કરણી સેનાની ધમકી

'પદ્માવતી' રિલીઝ થઈ તો કાપી નાખીશું દીપિકાનું નાક - કરણી સેનાની ધમકી

કોઇ પણ 'પદ્માવતી'ની રિલીઝને રોકી શકશે નહિં. યુપીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજપૂત કરણી સેનાના ચીફ લોકેન્દ્ર સિંહ કલ્વીએ જણાવ્યુ હતુ કે, 'અમને ઉત્તેજિત કરવાની કોશિશ ના કરો, અમે દીપિકાનું નાક કાપી દઇશું.'

કોઇ પણ 'પદ્માવતી'ની રિલીઝને રોકી શકશે નહિં. યુપીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજપૂત કરણી સેનાના ચીફ લોકેન્દ્ર સિંહ કલ્વીએ જણાવ્યુ હતુ કે, 'અમને ઉત્તેજિત કરવાની કોશિશ ના કરો, અમે દીપિકાનું નાક કાપી દઇશું.'

સંજય લીલા ભણસાલીની 'પદ્માવતી' ફિલ્મને લઈને શરૂ થયેલો વિવાદ દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે કરણી સેનાએ ફિલ્મની એક્ટ્રેસ દિેપીકા પાદુકોણનું નાક કાપવાની ધમકી આપી છે. જો કે દીપિકાએ ફિલ્મના વિરોધની આલોચના કરતા જણાવ્યુ હતુ કે, કોઇ પણ 'પદ્માવતી'ની રિલીઝને રોકી શકશે નહિં. યુપીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજપૂત કરણી સેનાના ચીફ લોકેન્દ્ર સિંહ કલ્વીએ જણાવ્યુ હતુ કે, 'અમને ઉત્તેજિત કરવાની કોશિશ ના કરો, અમે દીપિકાનું નાક કાપી દઇશું.'

આ સાથે જ લોકેન્દ્ર સિંહે જણાવ્યુ હતુ કે, 'સંજય લીલા ભણસાલી ઐતિહાસિક તથ્યોની સાથે છેડછાડ કરીને ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. તેમને આવી ફિલ્મો બનાવવા માટે દુબઇથી પૈસા મળે છે અને અમે કોઇ પણ હાલતમાં ફિલ્મને રિલીઝ નહિં થવા દઇએ. જો ફિલ્મ રિલીઝ થઇ તો અમે પૂરા દેશમાં બંધનું આયોજન કરીશું અને લાખોની સંખ્યામાં ભેગા થઇને 'પદ્માવતી'નો વિરોધ કરીશું.





નોંધનીય છે કે, કરણી સેનાએ ફિલ્મના પ્રદર્શન વિરુદ્ધ 1 ડિસેમ્બરના રોજ ભારત બંધની જાહેરાત કરી છે. આમ, યુપીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજપૂત કરણી સેનાના ચીફ લોકેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યુ હતુ કે, 'ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી'ની વિરુદ્ધ ખૂનથી લખેલી ચિઠ્ઠી ડીએમ અને સિનેમાધરના માલિકોને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે, 'રાજપૂત સમાજ કોઇ પણ પરિસ્થિતિમાં સિનેમાઘરોમાં 'પદ્માવતી'ને રિલીઝ થતા રોકશે. ન્યૂઝ 18 સાથે વાત કરતા કરણી સેનાના બીજા એક નેતા એટલે કે, વિવેક શેખાવતે જણાવ્યુ હતુ કે, 'આ ફિલ્મ હિંદુ અસ્મિતાની વિરુદ્ધ છે અને અમે આ બાબતને સહન નહિં કરીએ.'

યુપી સરકારએ પણ કેન્દ્રને લખી ચિઠ્ઠી

ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ લોકોની નારાજગીને જોતા ઉત્તર પ્રદેશ સરકારે સૂચના પ્રસારણ મંત્રાલયને ફિલ્મ રિલીઝ ના કરવા વિનંતી કરી છે. તેમનુ કહેવુ છે કે, લોકોના ગુસ્સાને જોતા મહાનગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુપીમાં ફિલ્મ રિલીઝ થવા પર અશાંતિનો માહોલ ઉભો થઇ શકે છે. આ સાથે જ મેરઠમાં એક રાજપૂત નેતાએ સંજય લીલા ભણસાલી વિરુદ્ધ આદેશ કર્યો છે અને તેમને કહ્યુ કે, 'ભણસાલીનું જે માથુ કાપીને લાવશે તેને પાંચ કરોડ રૂપિયા ઇનામ મળશે.' ઉલ્લેખનીય છે કે, પદ્માવતી ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

First published:

Tags: Deepika Padukone, Karni sena, Padmavati, Ranveer Singh, Sanjay Leela Bhansali, Shahid Kapoor

આગામી સમાચાર