મનોરંજન: ફિલ્મ પદ્માવતમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરની મહેનત રંગ લાવી રહી છે. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર સંજય લીલા ભંસાલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મએ રવિવારે 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મએ બુધવારે પેડ પ્રીવ્યૂઝથી 5 કરોડ રૂપાની કમાણી કરી છે.
આ ફિલ્મે બુધવારે 5 કરોડ રૂપિયાની કમાણી કરી
ગુરૂવારે આ ફિલ્મે 19 કરોડ રૂપિયાની કમાણી કરી
શુક્રવારે આ ફિલ્મે 32 કરોડ રૂપિયાની કમાણી કરી
શનિવારે આ ફિલ્મે 27 કરોડ રૂપિયાની કમાણી કરી
રવિવારે આ ફિલ્મે 30 કરોડ રૂપિયાની કમાણી કરી
આમ આ ફિલ્મે કુલ 5 દિવસમાં 110 કરોડ રૂપિયાથી પણ વધારેની કમાણી કરી લીધી છે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર ફિલ્મે લગભગ અત્યાર સુધીમાં 120 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે. આવનાર દિવસોમાં આ ફિલ્મ વધુ સારૂ પ્રદર્શન કરે તેવું લાગી રહ્યું છે.
આમ તમામ મુશ્કેલીઓ વચ્ચે 25 જાન્યુઆરીએ સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવત સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જો કે આ દરમિયાન હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યામાંથી સિનેમાઘરો બહાર થયેલી હિંસા અને વિરોધની ખબરો પણ સામે આવતી રહી. રિપોર્ટ્સનું માનીએ તો જ્યાં કેટલાક શહેરોમાં ડરના કારણે ફિલ્મ બિલકુલ રિલીઝ નથી થઈ, તો બીજી તરફ મહાનગરોમાં ફિલ્મ હાઉસફુલ પણ રહી.
ભારે વિરોધ વચ્ચે પણ સંજય લીલા ભંસાલીને લોકોને પ્રેમ મળ્યો અને આ ફિલ્મ 100 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ ગઈ.
મહત્વનું છે કે આ ફિલ્મ પહેલા 1 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ સેંસર બોર્ડ દ્વારા સર્ટિફિકેટ ન મળવાના કારણે રિલીઝ ડેટ પાછળ ધકેલાય હતી. અને અંતે આ ફિલ્મ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર