પદ્મશ્રી મેળવનાર 99 વર્ષના કટાર લેખક નગીનદાસ સંઘવી કોણ છે?

News18 Gujarati
Updated: January 26, 2019, 12:07 PM IST
પદ્મશ્રી મેળવનાર 99 વર્ષના કટાર લેખક નગીનદાસ સંઘવી કોણ છે?
નગીનદાસ સંઘવીની ફાઇલ તસવીર

પદ્મ એવોર્ડ મેળવનાર ગુજરાતી 'નવ રત્ન'નોમાં શિક્ષણ અને પત્રકારત્વ માટે નગીનદાસ સંઘવીને એવોર્ડ આપવામાં આવ્યો છે.

  • Share this:
 ન્યૂઝ 18 ગુજરાતી: 70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. આ એવોર્ડમાં ગુજરાતના 'નવ રત્નો'ને જુદા જુદા ક્ષેત્રોમાં તેણે કરેલા પ્રદાન બદલ પદ્મ એવોર્ડથી નવાજવામાં આવશે. જાણીતા કટાર લેખક નગીનદાસ સંઘવીને શિક્ષણ અને પત્રકારત્વ માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે ત્યારે જાણો કોણ છે, 99 વર્ષના આ કટાર લેખક.

પ્રોફેસર નગીનદાસ સંઘવીનો જન્મ વર્ષ 1920માં થયો હતો. દેશ આઝાદ થયો ત્યારે વર્ષ 1947માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. મુંબઈની જાણીતી કૉલેજોમાં આશરે ત્રણ દાયકા સુધી પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવનારા સંઘવીએ નિવૃતી બાદ વિવિધ સામયિકો અને જર્નલોમાં લખવાની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: પદ્મ એવોર્ડ પ્રાપ્ત કરનારા 'નવરત્ન' ગુજરાતીઓ!

ગુજરાતને કેન્દ્રમાં રાખીને નગીનદાસ સંઘવીએ રાજકીય વિશ્વલેષણનું લેખન કરવાની શરૂઆત કરી હતી. નગીનદાસ સંઘવીએ ગાંધીજી વિશે લખેલા પુસ્તકોને ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. વર્ષ 1996માં રાજ્ય સરકાર દ્વારા નગીનદાસ સંઘવીને 'બેસ્ટ કોમેન્ટેટર ઓન પોલિટકલ ઇશ્યુ'ના સન્માનથી નવાજ્યા હતા. પ્રો. સંઘવી મેડિસીનના વિસ્કોન્સીનમાં પ્રતિ વર્ષ યોગ અને તેને સંલગ્ન વિષયો વિશે શિક્ષણ આપવા ભાગ પણ લે છે.
First published: January 26, 2019, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading