મોરારિબાપુ પર પબૂભા માણેકે કર્યો હુમલાનો પ્રયાસ, સાંસદ પૂનમબેન માડમે વચ્ચે પડી બચાવ્યા

News18 Gujarati
Updated: June 18, 2020, 9:12 PM IST
મોરારિબાપુ પર પબૂભા માણેકે કર્યો હુમલાનો પ્રયાસ, સાંસદ પૂનમબેન માડમે વચ્ચે પડી બચાવ્યા
હુમલા સમયની તસવીર

ભગવાન કૃષ્ણ પર કરેલા નિવેદનના વિવાદ બાદ મોરારિબાપુ દ્વારકા માફી માંગવા પહોંચ્યા હતા

  • Share this:
રાજકોટ : ભગવાન કૃષ્ણ પર કરેલા નિવેદનના વિવાદ બાદ દ્વારકા જઈને માફી માંગવા પહોંચેલા મોરારિબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મોરારિબાપુ જ્યારે બેઠા હતા તે સમયે હુમલાનો પ્રયાસ થયો હતો. મોરારિબાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા તેમને બચાવી લેવાયા હતા. મહત્વનું છે કે, સાસંદ પૂનમબેન માડમ સહિત આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કથાકાર મોરારિબાપુએ ભગવાન કૃષ્ણ અંગે એક કથામાં વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. આથી આહીર સમાજ સહિત લોકોમાં મોરારિબાપુ સામે રોષે ભરાયા હતા. આહીર સમાજની માંગ હતી કે મોરારિબાપુ દ્વારકામાં આવીને ભગવાન કૃષ્ણની માફી માંગે. આથી મોરારિબાપુ આજે દ્વારિકાધીશના ચરણોમાં શિશ ઝુકાવવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો  - ભારત ચીનને આપી રહ્યું છે જડબાતોડ જવાબ, રેલવેએ ખતમ કર્યો ચીની કંપની સાથે કરારમોરારિબાપુ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા. આ સમયે પબૂભા અચાનક આવ્યા હતા અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પૂનમ માડમે વચ્ચે પડીને મોરારિબાપુને બચાવી લીધા હતા. પૂનમ માડમ મોરારિબાપુની બાજુમાં જ બેઠા હતા. પબૂભા હુમલો કરવા દોડ્યા કે પૂનમ માડમે તેમને રોકી રાખ્યા અને બાદમાં એક યુવાને પબૂભાને બહાર લઇ ગયા હતા.

મોરારિબાપુએ ફરી માંફી માંગી

દ્વારકાધીશમાં માફી માગ્યા બાદ મોરારિબાપુએ કહ્યું કે, હું જે બોલ્યો છું તેનાથી ઘણા લોકોની લાગણી દુભાઇ છે. જેને-જેને મારાથી પીડા થઇ છે તેની મેં વ્યાસપીઠ પરથી માફી માગી છે. હું દ્વારકા તો આવતો જ હોવ છું, ત્યારે આપણા સમાજની એકતા જળવાય રહે તે માટે હું ઠાકોરજીના દર્શને આવ્યો છું, તેમના દર્શનનો લાભ મળ્યો છે. સૌનો આભાર.
First published: June 18, 2020, 7:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading