Home /News /gujarat /ભારતમાં વધી અસમાનતા, ગરીબ થયો વધારે ગરીબ: રિપોર્ટ

ભારતમાં વધી અસમાનતા, ગરીબ થયો વધારે ગરીબ: રિપોર્ટ

    બિન સરકારી સંસ્થા ઓક્સફેમે ભારતથી સંબંધિત એક રિપોર્ટ જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં અસમાનતા પાછલા ત્રણ દશકોથી વધી રહી છે. રિપોર્ટ અનુસાર, દેશનો કુલ ઘરેલુ ઉત્પાદન (DGP)નું 15 ટકા ભાગ અરબપતિઓના ખાતામાં છે. રિપોર્ટમાં આ પરિસ્થિતિ માટે સરકારની અસંતુલિત નીતિઓને જવાબદાર ગણાવ્યા છે.

    રિપોર્ટમાં કહ્યું છે કે, ભારતમાં અમીરોએ દેશમાં બનાવેલી સંપત્તિ એક મોટો ભાગ સાંઠ-ગાંઠવાળા મૂડીવાદોએ મેળવ્યો છે. જ્યારે ઈન્કમ પિરામીડના નીચેના ભાગમાં આવેલા લોકોની આવકમાં ભાગ સતત ઓછો થઈ રહ્યો છે.

    ઓક્સફેમ ઈન્ડિયાની સીઈઓ નિશા અગ્રવાલે કહ્યું, આ અસમાનતાઓ 1991ના બહુપ્રચારિત ઉદારીકરણ દરમિયાન અપનાવવામાં આવેલ સુધાર પેકેજ અને ત્યાર બાદ અપનાવામાં આવેલ નીતિઓનું પરિણામ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય અરબપતિઓની કુલ સંપત્તિ દેશની જીડીપીના 15 ટકા બરાબર છે. આ કુલ પાંચ વર્ષ પહેલા જીડીપીના 10 ટકા બરાબર હતી. રિપોર્ટ અનુસાર 2017માં ભારતમાં 101 અરબપતિઓ હતા જેમની સ્થિતિ 65 અરબ રૂપિયા અથવા તેનાથી વધારે છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Business news, ભારત

    विज्ञापन
    विज्ञापन