Home /News /gujarat /

બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની ભરતીમાં 10.50 લાખ ઉમેદવારો મેદાને, 3500 જગ્યા ભરાશે

બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની ભરતીમાં 10.50 લાખ ઉમેદવારો મેદાને, 3500 જગ્યા ભરાશે

પ્રતીકાત્મક તસવીર

ઑફિસ આસિસ્ટન્ટ અને બિનસચિવાલય ક્લાર્કની ભરતી માટે 12 લાખથી પણ વધુ અરજીઓ સરકારને મળી.

    ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં બેરોજગારીનો આંક સરકારી આંકડા કરતાં ઘણો વધારે છે. સરકાર અવારનવાર રોજગારીમાં નંબર વન હોવાનો દાવો કરી રહી છે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી બિનસચિવાલય ક્લાર્કની વર્ગ-3ની 3500 જગ્યા માટે 10.50 લાખ ઉમેદવારો મેદાને છે. આ ભરતીમાં એક જગ્યા માટે 300 ઉમેદવારો વચ્ચે હરિફાઈ થશે.

    સરકારી નોકરીની ભરતીમાં કાયમ મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે ત્યારે બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઑફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે સરકારને અધધ અરજીઓ મળી છે. બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે સરકારને 12 લાખથી વધુ અરજીઓ મળી હતી. આ અરજીઓમાંથી યોગ્ય અરજીઓની છટણી બાદ 10.50 લાખ ઉમેદવારો માન્ય ગણવામાં આવ્યાં છે.

    આ પણ વાંચો :  RBIથી સરકારને મળશે 1.76 લાખ કરોડ, આપને થશે આ 5 ફાયદા

    500 જગ્યા વધી
    સરકારે જ્યારે ભરતી બહાર પાડી ત્યારે 3000 જગ્યાઓ જ ભરવાનું આયોજન હતું જોકે, વિવિધ વિભાગોની માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે 500 જગ્યાઓ વધારી છે. જગ્યામાં વધારો થતાંની સાથે જ હવે 3500 જગ્યાઓ ભરાશે. આ તમામ જગ્યાઓ માટે આગામી 20મી ઑક્ટોબરના રોજ જિલ્લા સ્તરે પરીક્ષા યોજાશે.

    આ પણ વાંચો :  હું સમય આવશે ત્યારે વિજ્ઞાનજાથા સામે પણ આવીશઃ ઢબુડી મા

    પરીક્ષાના આયોજન માટે 29મીએ બેઠક યોજાશે
    ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્ક તથા સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે 20મી ઓક્ટોબરે પરીક્ષા યોજાશે. પરીક્ષા માટેના કોલલેટરની ટૂંક સમયમાં આપવાનું શરૂ કરવામાં આવશે. ઉમેદવારોની જંગી સંખ્યાને ધ્યાને લઈને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે. પરીક્ષાના આયોજનને ધ્યાને લઈને મંડળના ચેરમેન અસિત વોરા તમામ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરો અને જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Clerk, Exam, Jobs, ગુજરાત

    આગામી સમાચાર