Home /News /gujarat /

OPTCL Recruitment 2022 : 250 એપ્રેન્ટિસની ભરતી, અહીંથી સીધા કરો અરજી

OPTCL Recruitment 2022 : 250 એપ્રેન્ટિસની ભરતી, અહીંથી સીધા કરો અરજી

OPTCL Recruitment 2022 : ઓડિશા પાવર ટ્રાન્સમિશન લીમાં એપ્રેન્ટિસની બમ્પર ભરતી, અહીંથી ડાયરેક્ટ કરો અરજી

OPTCL Aprrentice Recruitment 2022 : ઓડિશા પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (OPTCL Recruitment Notification) એ ગ્રેજ્યુએટ એન્જિનિયરીંગ એપ્રેન્ટીસ, ડિપ્લોમાં એન્જિનિયરીંગ એપ્રેન્ટીસ અને નોન-એન્જિનિયરીંગ ટ્રેડ એપ્રેન્ટીસની પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

વધુ જુઓ ...
    OPTCL Apprentice Recruitment 2022:ઓડિશા પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (OPTCL Recruitment Notification) એ ગ્રેજ્યુએટ એન્જિનિયરીંગ એપ્રેન્ટીસ, ડિપ્લોમાં એન્જિનિયરીંગ એપ્રેન્ટીસ અને નોન-એન્જિનિયરીંગ ટ્રેડ એપ્રેન્ટીસની પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવાર (OPTC Recruitment 2022 Last Date of Online Application) 5 જાન્યુઆરી 2022થી 25 જાન્યુઆરી 2022 સુધીમાં અરજી કરી શકે છે. ઉમેદવારોએ નક્કી કરેલ ફોર્મેટ અનુસાર અરજી કરવાની રહેશે. ઉમેદવાર શૈક્ષણિક લાયકાત, એક્સપીરિયન્સ, પસંદગી પ્રક્રિયા તથા અન્ય માહિતી માટે નોટિફિકેશન જોઈ શકે છે.

    ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ- 5 જાન્યુઆરી 2022

    ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ- 25 જાન્યુઆરી 2022

    OPTCL એપ્રેન્ટીસ ભરતી























    કઈ પોસ્ટ પર ભરતી કરવામાં આવશેકેટલા પદ પર ભરતી કરવામાં આવશે
    ગ્રેજ્યુએટ એન્જિનિયરીંગ એપ્રેન્ટીસ80
    ડિપ્લોમાં એન્જિનિયરીંગ એપ્રેન્ટીસ152
    નોન-એન્જિનિયરીંગ ટ્રેડ એપ્રેન્ટીસ18
    કુલ250



    ક્ષણિક લાયકાત-

    હ્યુમન રિસોર્સ/કોર્પોરેટ રિલેશન્સ-

    ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી MBA, MSW પર્સોનેલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ. CR એપ્રેન્ટીસ માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી જર્નાલીઝમના કોર્સની ડિગ્રી હોવી જોઈએ અથવા ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ.

    ફાઈનાન્સ (એકાઉન્ટસ): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી M.Com (ફાઈનાન્સ, એકાઉન્ટસ) કરેલું હોવું જોઈએ.

    લૉ: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી LLM/LLB કરેલું હોવું જોઈએ.

    હોસ્પિટાલિટી મેનેજમેન્ટ: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી હોસ્પિટાલિટી & હોટેલ મેનેજમેન્ટમાં B.Sc. કરેલું હોવું જોઈએ અથવા હોટેલ મેનેજમેન્ટ & કેટરિંગ ટેકનોલોજી (HMCT) માં બેચલરની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

    આ પણ વાંચો : Banking Jobs: દેશભરની બેંકોમાં ખાલી છે હજારો પોસ્ટ, અહીંયાથી જાણો કઈ બેંકમાં કેટલી છે જગ્યા

    લાઈબ્રેરી- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી લાઈબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સમાં બેચલર્સની ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે.

    ગ્રેજ્યુએટ એન્જિનિયરીંગ- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રીકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગમાં B.Tech કરેલું હોવું જોઈએ.

    ડિપ્લોમાં એન્જિનિયરીંગ- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ & ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગમાં ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ.

    વયમર્યાદા-

    OPTCL ની ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે.

    ભરતી અંગેની વધુ માહિતી optcl.co.in પર આપવામાં આવી છે. પસંદગી પામેલ ઉમેદવારોએ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં કામ કરવાનું રહેશે.

    પગારધોરણ:

    ગ્રેજ્યુએટ એન્જિનિયરીંગ- રૂ.9,000

    ડિપ્લોમા એન્જિનિયરીંગ- રૂ.8,000

    નોન- એન્જિનિયરીંગ ટ્રેડ- રૂ.9,000

    આ પણ વાંચો : ESIC Recruitment: ઈન્શ્યોરન્સ મેડિકલ ઓફિસરની ભરતી, 1,77,500 રૂ. સુધી મળશે પગાર

    કેવી રીતે અરજી કરવાની રહેશે?

    ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારો 5 જાન્યુઆરી 2022 થી 25 જાન્યુઆરી 2022 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ આઉટ કાઢીને પોતાની પાસે રાખવી.

    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો
    First published:

    Tags: Education News, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર