Home /News /gujarat /

હિંમતનગરઃ ભાજપ નિરીક્ષકોના પાટીદારોએ છાજીયા લઇ વિરોધ કર્યો

હિંમતનગરઃ ભાજપ નિરીક્ષકોના પાટીદારોએ છાજીયા લઇ વિરોધ કર્યો

હિંમતનગરઃ હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે આજે ભાજપના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો માટે સેન્સ લેવામાં આવતા હતા. આ દરમિયા અહીં પહોંચેલી પાટીદાર મહિલાઓએ થાળી વગાડી અને છાજીયા લઇ સરકારનો વિરોધ કર્યો હતો.

  • Web18
  • Last Updated :
હિંમતનગરઃ હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે આજે ભાજપના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો માટે સેન્સ લેવામાં આવતા હતા. આ દરમિયા અહીં પહોંચેલી પાટીદાર મહિલાઓએ થાળી વગાડી અને છાજીયા લઇ સરકારનો વિરોધ કર્યો હતો.

hima virodh1

સાબરકાંઠાના મુખ્ય મથક હિમતનગરમા આવેલ નવા સર્કિટ હાઉસ ખાતે આજે જીલ્લા ભાજપના ઉપપ્રમુખ-જશુભાઈ પટેલ,મહામંત્રી-નટવરસિંહ ભાટી અને મહિલા મોરચાના ઉપપ્રમુખ-દક્ષાબેન પટેલ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની સેન્સ લઇ રહ્યા હતા.

દરમિયાન પાટીદાર મહિલાઓનું ટોળું આવ્યું હતું અને વેલણથી થાળી ખખડાવી હતી અને મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ, મંત્રી નીતિનભાઈ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના છાજીયા લીધા હતા. અને હાય હાય બોલાવી હતી.

તો બીજી તરફ સેન્સ લેવા આવેલા જીલ્લા સંગઠનના હોદ્દેદારો રૂમ બહાર નીકળ્યા ન હતા. તો બહાર ઉભા રહેલા ભાજપના કાર્યકરો પણ અંદર લપાઈ ગયા હતા. તો આ મહિલાઓના ફોટા અને વિડીયો લઈ રહેલા ભાજપના કાર્યકરો પણ નજરે ચડ્યા હતા. જેનાથી ચર્ચાનો મુદ્દોએ બન્યો હતો કે ભાજપના કાર્યકરો એ શા માટે આ વિડીઓ ઉતારવાની જરુર પડી હતી. એ હવે તપાસનો વિષય છે.
First published:

Tags: અનામત માંગ, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, ભાજપ, રાજકારણ, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन