Home /News /gujarat /

બુધવારે લોન્ચ થશે ઓપ્ટિકલ ઝૂમ કેમેરા ધરાવતો Oppo Reno 10X

બુધવારે લોન્ચ થશે ઓપ્ટિકલ ઝૂમ કેમેરા ધરાવતો Oppo Reno 10X

દમદાર 5G ફિચર સાથે Oppo Reno 10X સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે.

દમદાર 5G ફિચર સાથે Oppo Reno 10X સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે.

    Oppo તેમની નવી Oppo Reno સિરીઝને 10 એપ્રિલે લોન્ચ કરશે. ઓપ્પોની ઓપ્પો ઇનોવેશન ઇવેન્ટ 2019માં ઓપ્ટિકલ ઝુમ કેમેરા વાળો સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનના કેટલાક ફિચર્સ પહેલા જ લીક થયા હતા. આ વખતે નવી જાણકારી સામે આવી છે. ઓપ્પો રેનોને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. પહેલું વેરિએન્ટ સ્ટેન્ડર્ડ વેરિએન્ટ હેઠળ લોન્ચ કરવામાં આવશે. જ્યારે બીજુ વેરિએન્ટ Oppo Reno 10X ઝૂમ વેરિએન્ટ હેઠળ લોન્ચ કરવામાં આવી શકે છે. Oppo Reno 10X વેરિએન્ટમાં યૂઝર્સને 5જી સ્પૉટ હશે.

    આ ફોનમાં પેરીસ્કોપની જેમ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપી શકાય છે. તેનો પ્રાઇમરી કેમેરા 48 મેગાપિક્સલનો સોની IMX586 સેન્સર હોઈ શકે છે. આ ઉપરાંત 120 ડિગ્રી વાઇડ એન્ગલ સેન્સર પણ આપી શકાય છે. સૌથી નીચે, એક ટેલિફોટો લેન્સ આપી શકાય છે.

    આ પણ વાંચો: VIDEO: 10 એપ્રિલે લોન્ચ થઇ શકે Samsung Galaxy A90



    આ સ્માર્ટફોનના પ્રોટોટાઇપ પ્રમાણે તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 એસઓસી ચિપસેટ પ્રોસેસર આપી શકાય છે. જે 5G નેટવર્કને સપોર્ટ કરી શકે છે.

    આ ઉપરાંત, ફોનમાં ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપી શકાય છે. ફોન 8 જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ કરી શકાય છે. તેમાં 4,065 એમએએચ પાવર બેટરી આપી શકાય છે. આ ઉપરાંત ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપી શકાય છે. આ ડિવાઇસને પ્રીમિયમ રેન્જમાં ઉતારી શકાય છે.

    આ સ્માર્ટફોનને ગયા મહિને આયોજીત થયેલ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં રજૂ કરવાની શક્યતાઓ જણાવાઇ હતી. કંપની હવે તેને તેની ઇનોવેશન ઇવેન્ટમાં રજૂ કરી શકે છે. ઓપ્પોના સત્તાવાર ટ્વિટર હેન્ડલ મુજબ, આ સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Smart phone, ટેક ન્યૂઝ, મોબાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन