માંગરોળમાં 2022નો ચૂંટણી જંગ ભાજપના ભગવાન કરગઠિયા અને કોંગ્રેસના બાબુ વાજા વચ્ચે થવાનો છે.
ઘરમાં જૂનું ટીવી છે. માંગરોળમાં પોતાના વતન ગડુ ગામે પોતાના પરિવાર માંગરોળના ધારાસભ્ય રહે છે. નળિયા વાળા મકાનમાં AC નથી માત્ર તેમના રૂમમાં પંખો જોવા મળે છે અને પોતાના ફળિયામાં વાજા પરિવારના કુળદેવીનો મઢ બનાવવામાં આવ્યો છે.
ગુજરાતના એક એવા ધારાસભ્ય છે જે ખુબ સાદગાઈથી જીવન જીવે છે. ચોક્ક્સથી આ વાત સાંભળીને તમને પણ નવાઈ લાગી હશે. કે ધારાસભ્ય તો ટાંઠમાંઠથી રહેવા વાળા હોય તેઓને સરકારી ગાડી બંગલો બધુ જ મળે પરતું જૂનાગઢની માંગરોળ બેઠકના ધારાસભ્ય એવા કોઈ ટાંઠમાંઠથી નથી રહેતા. માંગરોળના ધારાસભ્ય બાબુ વાજાનું ઘર નાનાકડો અમથો એક રૂમ છે. જેમાં તેઓ ધર્મપત્ની સાથે જીવન જીવી રહ્યા છે. વિલાયતી નળિયા વાળું ઘર છે. ઘરમાં જૂનું ટીવી છે. માંગરોળમાં પોતાના વતન ગડુ ગામે પોતાના પરિવાર માંગરોળના ધારાસભ્ય રહે છે. નળિયા વાળા મકાનમાં AC નથી માત્ર તેમના રૂમમાં પંખો જોવા મળે છે અને પોતાના ફળિયામાં વાજા પરિવારના કુળદેવીનો મઢ બનાવવામાં આવ્યો છે. જેમના દર્શન કરી પોતાના દિવસની શરૂઆત કરે છે. ધારાસભ્ય હોવા છતાંય તેઓ એકદમ સાદગાઈથી જીવન જીવી લોકોની સેવા કરી રહ્યા છે. ત્યારે કહી શકાય કે રાજકારણમાં સાદગાઈથી પણ જીવન જીવી લોકોના મત તેમજ પોતાનું આગવું સ્થાન ઉભું કરી શકાય છે.
માંગરોળ બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય અને હાલના આ જ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વાજા ફરી 2022ની ચૂંટણીના મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે તેમની રાજકીય સફરને જોઈએ તો બાબુવાજા 22 વર્ષની ઉંમરથી રાજકારણમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ 13 વર્ષ સરપંચ તરીકે રહી લોકોની સેવા કરી. સાથે જ 5 વર્ષ તાલુકા પંચાયતમાં સભ્ય અને 10 વર્ષ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. અને છેલ્લા 10 વર્ષથી તેઓ કોંગ્રેસ પક્ષના મંગરોળના ધારાસભ્ય છે. ત્રીજીવાર તેઓ પર કોંગ્રેસે વિશ્વાસ મુક્યો છે ત્યારે સાંભળો તેઓ તેમના રાજકારણમાં આવવા પાછળના સિદ્ધાંત વિશો શું કહે છે.
માંગરોળમાં 2022નો ચૂંટણી જંગ ભાજપના ભગવાન કરગઠિયા અને કોંગ્રેસના બાબુ વાજા વચ્ચે થવાનો છે. ત્યારે હવે જોવું રહ્યુ કે આ વખતે માંગરોળની જનતા કોના પર જીતનો કળશ ઢોળશે.
2012 માં અને 2017 માં બાબુભાઈ ને કોંગ્રેસે ટીકીટ આપી હતી અને તેઓ ભાજપના ભગવાનજી કરગઠીયા સામે વિજેતા થયા હતા અને ધારાસભ્ય બન્ય હતા ત્યારે આજે પણ તેઓ માંગરોળના ગડુ ગામે પોતાના પરિવાર સાથે સાદગી પૂર્ણ જીવન જીવી રહ્યા છે.
તેઓની રાજકીય કારકિર્દી ખુબ લાંબી અને કોંગ્રેસમાં અનેક હોદાઓ ભોગવી ચુક્યા છે પોતે માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કરેલ છે પણ પોતાના ભાઈઓ તેમજ એક દીકરો સરકારમાં ક્લાસ વન અધિકારી છે તેમન પત્ની નાથીબેન આજે પણ તેમના પરંપરાગત પોશાક જોવા મળે છે કોળી જ્ઞાતિના આગેવાન બાબુભાઈનું કહેવું છે મારી પાસે જમીન છે અને સુખી સંપન્ન છું પણ મારૂ જીવન સાદું છે અને મારો સિદ્ધાંત છે કે જેવા હોઈએ તેવા બતાવવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર