Home /News /gujarat /

લ્યો બોલો: ભારતનાં ગરીબ રાજ્યમાં ધારાસભાનાં ઉમેદવારો કરોડપતિ!

લ્યો બોલો: ભારતનાં ગરીબ રાજ્યમાં ધારાસભાનાં ઉમેદવારો કરોડપતિ!

પ્રતિકાત્મક તસવીર

વિધાનસભાની ચૂંટણી લડતા ઉમેદવારોની સંપતિ વિશેનું વિશ્લેષણ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા કરવામાં આવ્યું છે.

    ભારતમાં સૌથી ગરીબ રાજ્યોમાં છત્તિસગઢનો સમાવેશ થાય છે પણ આશ્ચર્યની વાત એ છે કે, આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેમાં ચૂંટણી લડતા દર પાંચ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર કરોડપતિ છે. છત્તિસગઢમાં પ્રથમતબક્કાની ચૂંટણીમાં જે ઉમેદવારોએ તેમની દાવેદારી નોંધાવી છે તેમણે ઉમેદવારી ફોર્મમાં જે વિગતો દર્શાવી છે તેનું વિશ્લેષણ કરતા આ વિગતો સામે આવી છે.

    અત્રે એ ઉલ્લેખનીય છે કે,  છત્તિસગઢની  40 ટકા વસ્તી ગરીબી રેખાથી નીચે જીવે છે. એટલું જ નહીં, છત્તિસગઢમાં બિજાપુર જેવા વિસ્તારમાં તો, 65 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે.

    છત્તિસગઢમાં પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણીમાં 190 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ 190 ઉમેદવારોમાંથી 42 (એટલે કે 22 ટકા) ઉમેદવારો કરોડપતિ છે.

    જેમાં દેવવ્રત સિંઘ નામના ઉમેદવાર બસ્તર વિસ્તારમાંથી ચૂંટણી લડે છે તેમની પાસે 120 કરોડ રૂપિયાની સંપતિ છે.  સૌથી વધારે સંપતિ ધરાવતા ત્રીજા ઉમેદવારોમાં હાલનાં ભાજપનાં મુખ્યમંત્રી રમણ સિંઘનો સમાવેશ થાય છે. તેમણે તેમના ઉમેદવારી પત્રમાં 10 કરોડની સંપતિ જાહેર કરી છે. તેઓ રાજનંદગાંવ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે છે.

    વિધાનસભાની ચૂંટણી લડતા ઉમેદવારોની સંપતિ વિશેનું વિશ્લેષણ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા કરવામાં આવ્યું છે. 18 વિધાનસભા બેઠકો માટે પહેલા તબક્કામાં નવેમ્બર 12નાં રોજ મતદાન થશે.

    સરેરાશ 40 ટકા ઉમેદવારો પાસે 50 લાખથી વધારેની સંપતિ છે તેમ પણ જાણવા મળે છે.

    આ વિશ્લેષણ દ્વારા એક વિરોધાભાસી ચિત્ર સામે આવે છે. ભારત દેશનાં સૌથી વધુ ગરીબ ગણાતા રાજ્યમાં ચૂંટણી લડતા ઉમેદવારો લાખોપતિ અને કરોડપતિઓ છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: ADR, Chhattishgarh, Richest Candidates, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन