વધુ એક મગફળી કાંડ : મગફળી જમા લીધા બાદ નકલી રસીદો અપાઈ

News18 Gujarati
Updated: November 13, 2019, 9:31 PM IST
વધુ એક મગફળી કાંડ : મગફળી જમા લીધા બાદ નકલી રસીદો અપાઈ
પ્રતિકાત્મક તસવીર

રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા ગત 2017-18ના વર્ષમાં કુલ પાંચ સહકારી સંસ્થાઓને મગફળી ખરીદી નું કામ સોંપવામા આવ્યું હતું.

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર : 2017-18 ના વર્ષમાં સ્ટેટ વેર હાઉસીસ દ્વારા મગફળી જમા લઇને નકલી રસીદો આપવા મામલે રાજકારણ ગરમાયુ છે. વાત જાણે એમ છે કે નાફેડ વતી ગુજરાતની પાંચ સહકારી સંસ્થાઓએ ગત વર્ષે મગફળી ખરીદી હતી- જમા કરાવી હતી ને એના બિલો પણ સબમિટ કર્યા હતા ,પરંતુ એના નાણાં ચૂકવાઇ ગયા બાદ અચાનક સ્ટેટ વેર હાઉસીસને જણાયું છે કે જમા થયેલી મગફળી માટે ઇશ્યૂ કરાયેલી રસીદ નકલી છે, અને તેઓ એ નાફેડ ને નાણાં નહી ચૂકવવા ભલામણ કરી છે. ત્યારે વિવાદ એ સર્જાયો છે કે આ સો કોલ્ડ નકલી રસીદો કોની ?! શું એ સહકારી મંડળી ઓ કે સંસ્થા ઓ દ્નારા ઉભી કરવામા આવી છે કે પછી સ્ટેટ વેર હાઉસીસના અધિકારી ઓની મિલીભગતનુ આ કૌભાંડ છે ?! આખરે છ મહિના બાદ સ્ટેટ વેર હાઉસીસ કેમ જાગ્યા , ને આ ખુલાસા ની કેમ જરુર પડી ?

રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા ગત 2017-18ના વર્ષમાં કુલ પાંચ સહકારી સંસ્થાઓને મગફળી ખરીદી નું કામ સોંપવામા આવ્યું હતું. આ પાંચ સહકારી સંસ્થાઓ જેમાં ગુજ પ્રો, ગુજકોમાસોલ, ગુજકોટ, સાબર ડેરી, બનાસડેરી નો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ એ ભેગા મળીને લાખો ટન મગફળી ટેકાના ભાવે નાફેડ વતી ખરીદી હતી અને જે તે સમયે સ્ટેટ વેર હાઉસીસમાં જમા કરાવીને તેને લગતા બિલ્સ નાફેડને મોકલી આપ્યા હતા અને નાફેડે આ બિલોના આધારે ચૂકવણું પણ કરી દીધું હતું. પરંતુ ચૂકવણા ના છ મહિના બાદ અચાનક સ્ટેટ વેર હાઉસીસ સફાળું જાગ્યું હતુંને તેને જણાયું હતું કે સ્ટેટ વેર હાઉસીસ દ્વારા અપાયેલી રસીદો માથી કેટલીક જગ્યાએ ડુપ્લીકેટ રસીદો ઇશ્યૂ થઈ છે.

વેરહાઉસે ચૂકવણી ન કરવા રિપોર્ટ અપાયો


આથી સ્ટેટ વેર હાઉસીસ દ્વારા નાફેડ ને રિપોર્ટ કરવામા આવ્યો કે તેમના દ્વારા અપાયેલી રસીદો માથી કેટલીક રસીદો ડુપ્લીકેટ છે માટે ચૂકવણુ ના કરવામા આવે .સ્ટેટ વેર હાઉસીસના આ રિપોર્ટના પગલે નાફેડે ગુજકોટ અને ગુજકોમાસોલ જેવી સહકારી સંસ્થાઓ ને ડેબિટ નોટ સેન્ડ કરી છે અને મગફળી ના પૈસા સહિત કમિશન અને અન્ય ખર્ચાઓ માટે હાથ ઉંચા કરી દીધા છે,જેને લઇને સહકારી મંડળી ઓ સહિત સહકારી સંસ્થાઓ મુસબીતમાં મૂકાઈ છે. સહકારી સંસ્થાઓ પાસેથી મૂળભૂત મગફળીના પૈસા, કમિશનના પૈસા કાપી લેવાયા છે જ્યારે -સહકારી મંડળીઓના ભાડા , ટ્રાન્સપોર્ટેશનનાં નાણાં હવે અધ્ધરતાલ છે.આ મુદ્દે રાજ્ય સરકારના કૃષિ મંત્રી થી લઇને પીએમ મોદી સુધી લેખિત રજૂઆત કર્યાબાદ હવે સહકારી સંસ્થાઓ અને સહકારી મંડળીઓ હાઇકોર્ટના દ્વાર ખખડાવાનીતૈયારીમાં છે. તેઓ વતી બાબુભાઇ માંગુકિયા કેસ લડશે.

વડાપ્રધાન મોદીને લખાયેલો પત્ર
પત્રનો ભાગ -2


ખેડૂતો કે સહકારી મંડળીઓ જ્યારે માલ જમા કરાવે ત્યારે સ્થાનિક વેર હાઉસીસ મેનેજર દ્વારા તેમને માલ જમા થયાની રસીદ અપાતી હોય છે. હવે આ રસીદ અસલી છે કે નકલી એ નક્કી કોણ કરે તે યક્ષ પ્રશ્ન છે. કેમકે સામાન્ય માપદંડ થી ઉપર જઇને અસલી નકલીના માપદંડ ચકાસવા એક સ્થાનિક ખેડુત કે મંડળી માટે અઘરા જ નહી પરંતુ અશક્ય છે.

સુખદ ઉકેલની આશા છે : સંઘાણી

આ મુદ્દે ન્યુઝ ૧૮ એ ગુજકોટના ચેરમેન નો સંપર્ક સાધવાની કોશિષ કરતા તેઓ ઉપલબ્ધ નહોતા થઇ શકયા પરંતુ, ગુજકોમાસોલ ના ચેરમેન દિલીપ સંધાણી નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે 'આ મુદ્દે વેર હાઉસીસ સાથે સહકારી સંસ્થાઓની મિટીંગ થઇ છે જેમાં તમામ રસીદો સાચી હોવાનું પૂરવાર થયું છે અને નાફેડના ચેરમેન આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે હોઇ આ મુદ્દે સુખદ ઉકેલની તેમને આશા છે.

ખરીદી

ગુજકોમાસોલે કુલ ૩૪ સહકારી મંડળીઓ પાસેથી મગફળીની ખરીદી કરી હતી, જ્યારે ગુજકોટે કુલ ૨૫૦ જેટલી સહકારી મંડળી ઓ પાસેથી મગફળીની ખરીદી કરી હતી. મગફળી ખરીદી મુદ્દે ગુજકોમાસોલ ના કુલ ૧૧ કરોડ નાફેડ મા સલવાયા છે, જ્યારે ગુજકોટ ના અંદાજે ૭૦ થી ૮૦ કરોડ રુપિયા સલવાયા છે. આમ મગફળી ખરીદી મુદ્દે સહકારી સંસ્થા ઓ ના અંદાજે ૯૦ કરોડ ઉપરાંત ના નાણા ફસાયા હોવાનું પ્રાથમિક તારણ છે.

 
First published: November 13, 2019, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading