હે રામ ! રાજ્યમાં પ્રત્યેક મિનિટે પકડાય છે વિદેશી દારૂની બોટલ

મતલબ દેશી દારૂ અને અન્ય નશીલા પદાર્થો જુદા. વળી, જે નથી પકડાતું તેનો તો કોઈ હિસાબ જ નહિ

News18 Gujarati
Updated: February 20, 2019, 5:17 PM IST
હે રામ ! રાજ્યમાં પ્રત્યેક મિનિટે પકડાય છે વિદેશી દારૂની બોટલ
મતલબ દેશી દારૂ અને અન્ય નશીલા પદાર્થો જુદા. વળી, જે નથી પકડાતું તેનો તો કોઈ હિસાબ જ નહિ
News18 Gujarati
Updated: February 20, 2019, 5:17 PM IST
ન્યૂઝ18 ગુજરાતી :
આ મથાળું રાજ્યમાં "દારૂબંધી"ની વરવી વાસ્તવિકતા સૂચવે છે. 'કોઈ ચમરબંધીને નહિ છોડીયે, ફલાણું કરીશું અને ઢીંકણા પગલાં લઈશું'- તેવી ખોખલી વાતો કરનારી સરકાર ખુદ વિધાનસભામાં એ કબૂલે છે કે રાજ્યમાં ગત એક વર્ષમા જ વિદેશી દારૂની 6,05,797થી વધુ બોટલો પકડાઈ છે. આ અંગેની જાણકારી ખુદ ગૃહ રાજ્યમંત્રી જ પ્રશ્નોત્તરી કાળમાં આપી હતી.

આ સંખ્યાના હિસાબે જોઈએ તો ગાંધીના આ હવે "કહેવાતા ગુજરાત" માં પ્રત્યેક મિનિટે વિદેશી દારૂની એક બોટલ પકડાય છે. મતલબ દેશી દારૂ અને અન્ય નશીલા પદાર્થો જુદા. વળી, જે નથી પકડાતું તેનો તો કોઈ હિસાબ જ નહિ !!!

આ મામલે વિધાનસભા પ્રશ્નોતરીકાળમાં જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ રાજ્યમાં પકડાયેલા દારુના જથ્થા વિશે પ્રશ્ન કર્યો હતો. જેમાં જવાબ આપતાં ગૃહમંત્રીએ કહ્યું કે એક વર્ષમાં 6,05,797થી વધુ વિદેશી દારૂની બોટલ પકડાય છે.

આ મામલે વધુ પ્રકાશ પડતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની 32 ચેકપોસ્ટ પરથી 1 જાન્યુઆરી 2018થી 1 ડિસેમ્બર 2018 સુધીમાં 6,05,797 ભારતીય બનાવટનો વિદેશી દારુની બોટલ પકડાય છે. અર્થાત્ દર મિનિટે વિદેશી દારુની એક બોટલ પકડાય છે. આ સાથે અગાઉના વર્ષ-2017માં 4,58,930 બોટલ પકડાય હતી જે આ વર્ષની સરખામણીએ 2 લાખ બોટલ વધુ છે.

 
First published: February 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...