Home /News /gujarat /

સુહાગરાતના એક દિવસ પહેલા પતિના મોબાઇલ પર આવ્યો પત્નીનો પૉર્ન વીડિયો અને પછી...

સુહાગરાતના એક દિવસ પહેલા પતિના મોબાઇલ પર આવ્યો પત્નીનો પૉર્ન વીડિયો અને પછી...

પત્ની આણું કરીને સાસરિયે આવ્યા બાદ પતિના મોબાઇલ પર આવ્યો તેનો અશ્લીલ વીડિયો

પત્ની આણું કરીને સાસરિયે આવ્યા બાદ પતિના મોબાઇલ પર આવ્યો તેનો અશ્લીલ વીડિયો

    બેંગલુરુ : પોતાની પત્નીની સાથે નવી જિંદગીની શરૂઆત કરી રહેલા એક યુવકને તે સમયે જોરદાર આંચકો લાગ્યો જ્યારે સુહાગરાતના એક દિવસ પહેલા કોઈએ તેના મોબાઇલ પર તેની પત્નીનો પૉર્ન વીડિયો મોકલી આપ્યો. વીડિયોમાં તે યુવકની પત્ની બીજા કોઈ પુરુષ સાથે હતી.


    વીડિયો જોયા બાદ યુવકે તે યુવતી સાથે પોતાના સંબંધો તોડી દીધા છે અને પોલીસમાં યુવતી અને તેના પરિવારના સભ્યોની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ મામલો સામે આવ્યા બાદ યુવતીએ આત્મહત્યાની ધમકી આપી છે.


    આ મામલો બેંગલુરના ચિક્કામગલુરુનો છે. ચિક્કામગલુરુના રહેનારા રમેશની જૂનમાં સુજાતા સાથે સગાઈ થઈ હતી. બાદમાં બંનેએ 24 નવેમ્બર 2019ના રોજ લગ્ન કરી લીધા. લગ્ન બાદ સુજાતા પોતાના પિયર જતી રહી.


    પરત આવ્યા બાદ જ્યારે રમેશ અને સુજાતા પોતાની નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહ્યા હતા, તેના એક દિવસ પહેલા રમેશના મોબાઇલ પર કોઈએ કેટલાક ફોટો મોકલ્યા. ફોટોમાં રમેશની પત્ની સુજાતા કોઈ બજા પુરુષ સાથે સંબંધ બાંધતી જોવા મળી.


    પહેલા તો રમેશે વિશ્વાસ ન થયો. ત્યારબાદ રમેશે જે નંબરથી ફોન આવ્યો હતો તેની પર કૉલ કર્યો. ફોન પર હરીશ નામનો વ્યક્તિ હતો. હરીશે જણાવ્યું કે સુજાતા અને તેની વચ્ચે ઘણા દિવસોથી અફેર ચાલી રહ્યું છે. હરીશે જણાવ્યું કે સુજાતા તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધે છે. હરીશે તો ત્યાં સુધી જણાવ્યું કે સુજાતાએ સગાઈ બાદ પણ તેની સાથે અનેકવાર સંબંધ બાંધ્યા હતા.


    આમ છતાંય, રમેશને હરીશની વાત પણ વિશ્વાસ ન થયો તો હરીશે તેને કેટલીક વીડિયો ક્લિપ મોકલી. આ વીડિયોમાં સુજાતા બીજા કોઈ પુરુષ સાથે હતી. હરીશે 10થી 12 ડિસેમ્બરના કેટલાક સ્ક્રીન શૉટ પણ મોકલ્યા જેમાં સુજાતાએ હરીશની સાથે મળવાની વાત કહી હતી.


    આ બધું જોયા બાદ રમેશના પગ નીચેની ધરતી સરકી ગઈ. રમેશે હવે સુજાતા અને તેના પરિવારની વિરુદ્ધ છેતરપિંડીનો મામલો નોંધ્યો છે. રમેશે જણાવ્યું કે, સુજાતા પહેલા જ તેને છોડવા તૈયાર હતી કારણ કે તે હરીશની સાથે રહેવા માંગતી હતી.


    પત્નીએ આત્મહત્યાની ધમકી આપી : રમેશે આરોપ મૂક્યો કે જ્યારથી તેની સુજાતાની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે ત્યારથી તેના મામાનો ફોન આવ્યા કરે છે કે સુજાતાએ ધમકી આપી છે કે તે આત્મહત્યા કરી લેશે.


    સુજાતાએ ધમકી આપી છે કે જો તેની બદનામી થઈ તો તેના મોતનો જવાબદાર રમેશ અને તેનો પરિવાર હશે.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર