અમદાવાદ: બીજાની નંબર પ્લેટ લગાડનારની ધરપકડ, ઇ-મેમો દ્વારા ફૂટ્યો ભાંડો

News18 Gujarati
Updated: May 20, 2019, 12:28 PM IST
અમદાવાદ: બીજાની નંબર પ્લેટ લગાડનારની ધરપકડ, ઇ-મેમો દ્વારા ફૂટ્યો ભાંડો
પ્રતિકાત્મક તસવીર

ઘરે ઇ-મેમો આવ્યા બાદ મૂળ કાર માલિકને આ સમગ્ર ઘટનાની જાણ થઇ હતી

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદ: વાહનની નંબર પ્લેટમાં ગોલમાલ કર્યા હોવાની ઘટના સામે આવી છે. એક કારચાલકે અન્ય કારની નંબર પ્લેટ લગાવી દીધી હતી. જેની જાણ ઇ-મેમોને લીધે થતાં આ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

હાલ અમદાવાદમાં HSRP નંબર પ્લેટ વગરના વાહનોને દંડ કરવાની કામગારી ચાલી રહી છે. આવામાં એક ઇ-મેમોને લીધે નંબર પ્લેટમાં ગોલમાલ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક કારચાલકે અન્ય કારની નંબર પ્લેટ પોતાની કારમાં લગાડી હતી. ઘરે ઇ-મેમો આવ્યા બાદ મૂળ કાર માલિકને આ સમગ્ર ઘટનાની જાણ થઇ હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગેસ ગળતરથી મોત

ઘરે કારનો ઇ-મેમો આવતાં કારના માલિકને જાણ થઇ હતી કે તની કારની નંબર પ્લેટનો બીજી જ કોઇ કારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ મૂળ કારચાલકે આ અંગે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી હતી અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે નવરંગપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
First published: May 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...