મોદીના જન્મ દિવસે સુરતના 65 ગરીબ કુંટુબની દિકરીને દત્તક લેવાશે

સુરતઃ સુરત શહેરના સ્વૈચ્છિક સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 65મી વર્ષગાઠની ઉજવણીના ભાગરૂપે બેટી બચાવો, બેટી પઢાઓના અભિયાન અંતર્ગત ગરીબ કુંટુબની 65 દિકરીઓને દત્તક લેવાની કામગીરી શરૂ કરી છે. શ્રી ભગવાન મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળાઓને રોટી, કપડા,મકાન ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ માટે પણ મદદ કરશે જે માટે તેમણે એક હેલ્પ લાઇન શરૂ કરી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
સુરતઃ સુરત શહેરના સ્વૈચ્છિક સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 65મી વર્ષગાઠની ઉજવણીના ભાગરૂપે બેટી બચાવો, બેટી પઢાઓના અભિયાન અંતર્ગત ગરીબ કુંટુબની 65 દિકરીઓને દત્તક લેવાની કામગીરી શરૂ કરી છે. શ્રી ભગવાન મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળાઓને રોટી, કપડા,મકાન ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ માટે પણ મદદ કરશે જે માટે તેમણે એક હેલ્પ લાઇન શરૂ કરી છે.

શ્રી ભગવાન મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ ગરીબ કુંટુબની 65 દિકરીઓને દત્તક લઇને તેમને રોટી, કપડા, મકાન ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ માટે પુરતી સહાય આપવામાં આવશે. આ કાર્ય માટે એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જે દિકરીઓની અરજી આવશે તેમનો વિગતવાર સર્વે કરવામાં આવશે અને ખરેખર તેને જરૂર હોય તો તેની તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા ભગવતીલાલ શાહ મજુરી કામ કરી તેમની ચાર દિકરીઓ તથા પત્નીનું ભરણપોષણ કરતા હતા. જો કે ત્રણ વર્ષ અગાઉ તેમના હ્ર્દયમાં કાણુ હોય , લાંબી બિમારી બાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. બાદમાં ચારેય દિકરીઓનું લાલન પાલનની જવાબદારી ભગવતીલાલની પત્ની આશાબેન પર આવી ગઇ હતી. આશાબેનને ચાર દીકરીઓના લાલન પાલન સાથે તેઓને શિક્ષણ આપવુ તથા સારું જીવન આપવા માટે ઘરોમાં જઇ ઘરકામ કરતા અને બાકીનો સમય ધાગા કટીંગ કરતા હતા. પરિવારના તેમના સંબધીઓએ મુશ્કેલીના સમયમાં સાથ આપવાના બદલે હડધુત કરતા હતા, આશાબેન પર ચારેય દિકરીઓનું ભરણપોષણ કરવું અધરું પડી રહ્યુ હતુ. જેથી તેઓએ પોતાની એક દીકરીને વતનમાં રહેતા તેમની માતાને ત્યા મોકલી આપી હતી. ત્યારે શ્રી ભગવાન મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશાબેનની ચારેય દીકરીઓને દત્તક લેવામાં આવી છે. ચારેય દીકરીઓના શિક્ષણ, રોટી,કપડા તથા મકાન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે..
First published: