Home /News /gujarat /

માતાએ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા, કારણ જાણીને લાગશે ઝાટકો

માતાએ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા, કારણ જાણીને લાગશે ઝાટકો

અમેરિકાના ઓહિઓમાં રહેનારી બ્રિટની રેની પિલ્કિંગનટને ડર હતો કે તેના ત્રણ પુત્રો માટ થઈને મહિલાઓ સાથે શારીરિક હિંસા (Sexual violence) કરનાર બની જશે. આ ડરના કારણે 27 વર્ષીય બ્રિટનીએ પાતના ત્રણ માસૂમ પુત્રોની હત્યા કરી હતી.

અમેરિકાના ઓહિઓમાં રહેનારી બ્રિટની રેની પિલ્કિંગનટને ડર હતો કે તેના ત્રણ પુત્રો માટ થઈને મહિલાઓ સાથે શારીરિક હિંસા (Sexual violence) કરનાર બની જશે. આ ડરના કારણે 27 વર્ષીય બ્રિટનીએ પાતના ત્રણ માસૂમ પુત્રોની હત્યા કરી હતી.

    અમેરિકાના ઓહિઓ (Ohio)માં રહેનારી બ્રિટની રેની પિલ્કિંગનટને (Brittany Renee Pilkington) ડર હતો કે તેના ત્રણ પુત્રો માટ થઈને મહિલાઓ સાથે શારીરિક હિંસા (Sexual violence) કરનાર બની જશે. આ ડરના કારણે 27 વર્ષીય બ્રિટનીએ પાતના ત્રણ માસૂમ પુત્રોની હત્યા કરી હતી. મંગળવારે પોતાના ઉપર લગાવેલા આરોપને તેણે સ્વીકાર કર્યો હતો. તેણે પોતાના ત્રણ પુત્રોની હત્યા અલગ અલગ સમય ઉપર કરી હતી. આ કેસમાં બ્રિટનીને 37 વર્ષની સજા થઈ છે.


    બ્રિટનીના 3 મહિનાના પુત્ર નોહ અગસ્ત, 2015માં મૃત મળ્યો હતો. 4 વર્ષો પુત્ર ગૈવિનનું મોત એપ્રિલ 2015માં થયું હતું. ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે એક અન્ય મામૂસ નાયલનું મોત જુલાઈ 2014માં થયું હતું. બ્રિટનીએ નોહની લાશની લાશ મળ્યા પછી જ પોતાના ત્રણે પુત્રોની હત્યા કર્યાની વાતને સ્વીકારી હતી.


    બ્રિટનીએ પોલીસને કહ્યું હતું કે, તે ડિપ્રેશનમાં (Depression) હતી. તેને લાગતું હતું કે, તેના પુત્રો મોટા થઈને મહિલાઓ સાથે શારીરિક શોષણ કરશે. બ્રિટની સાથે 17 વર્ષની ઉંમરમાં તેની માતાના બૉયફ્રેન્ડ જોસેફ પિલ્કિન્ગટને શારીરિક શોષણ કર્યું હતું. 47 વર્ષી જોસેફ એ સમયે બ્રિટનીથી ઉંમર 20 વર્ષ મોટો હતો.


    બાદમાં જોસેફે બ્રિટની સાથે લગ્ન કરી લીધા હતા. જોસેફને કોર્ટમાં સ્વીકાર કર્યો હતો કે લગ્ન પહેલા સગીર બ્રિટની સાથે સંબંધ બનાવ્યા હતા. જોસેફને હત્યાના મામલામાં શંકાસ્પદ ન્હોતો માનવામાં આવ્યો.


    લોગન કાઉંટી પ્રોસિક્યૂટરે દાવો કર્યો હતો કે, બ્રિટનીએ પોતાના પુત્રોની હત્યા માત્ર એટલા માટે કરી હતી કે તેનો પિત તેના અને તેના પુત્રો ઉપર સહેજ પણ ધ્યાન આપતો ન્હોતો.
    Published by:ankit patel
    First published:

    આગામી સમાચાર