કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને જમ્મુ કાશ્મીરનું અપમાન કરાયું, રાજ્ય નહીં બને ત્યાં સુધી ચૂંટણી નહીં લડું : ઓમર અબ્દુલ્લા

કાશ્મીરથી આર્ટીકલ 370 નાબૂદ કર્યાને હવે એક વર્ષ પૂરી થવા આવી રહ્યું છે.

કાશ્મીરથી આર્ટીકલ 370 નાબૂદ કર્યાને હવે એક વર્ષ પૂરી થવા આવી રહ્યું છે.

 • Share this:
  જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફર્ન્સના નેતા ઓમર અબ્દુલ્લા (Omar Abdullah)એ કહ્યું કે તે જ્યાં સુધી જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ થી રાજ્ય નથી બનાવવામાં આવતું તે ચૂંટણી નહીં લડે. કાશ્મીરથી આર્ટીકલ 370 નાબૂદ કરવા પર તેમણે વિરોધ વ્યક્ત કર્યો છે. સાથે જ કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારનો આ નિર્ણય તેમના માટે અપમાનજનક છે. ગત વર્ષે ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવ્યું. આ પછી તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. સાથે જ ઓમર અબ્દુલ્લાને 8 મહિના સુધી નજર બંધ કરવામાં આવ્યા હતા.

  કાશ્મીરથી આર્ટીકલ 370 નાબૂદ કર્યાને હવે એક વર્ષ પૂરી થવાને છે. ત્યારે આ પ્રસંગે ઓમર અબ્દુલ્લાએ અંગ્રેજી છાપા ઇન્ડિયન એક્સપ્રેસના એક આર્ટિકલમાં લખ્યું કે તેમના રાજ્યની વિધાનસભામાં નેતાની તરીકે 6 વર્ષ રહ્યા છે. ત્યારે હવે હું તે સદનનો સદસ્ય નહીં બનું જેણે અમને બેઘર કર્યા.

  વધુ વાંચો : ચીન પર ભારતનો બીજો ડિજિટલ પ્રહાર : વધુ 47 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો

  નેશનલ કોન્ફેર્ન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાના જણાવ્યા મુજબ તેમની પાર્ટીને તે વાતની ભનક લાગી ગઇ હતી કે ભાજપ આર્ટીકલ 370 અને 35એ નાબૂદ કરવાની તકમાં છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બે ભાગમાં કરી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. જેની તેમને આશા નહતી. અબ્દુલ્લા મુજબ સરકારના આ નિર્ણયથી તે હેરાન છે. તેમણે લખ્યું કે સરકારનું આ પગલું અપમાનજનક છે. અને સાથે જ તેમણે લખ્યું કે સરકાર આમ માત્ર અને માત્ર લોકોને સજા આપવા માટે કરી રહી છે. બીજું કંઇ નહીં.

  વધુ વાંચો : ડાકુઓ માટે કુખ્યાત ચંબલમાં હવે થશે ખેતી, મોદી સરકારે બનાવ્યો પ્લાન

  અબ્દુલ્લાએ આગળ લખ્યું કે જો બૌદ્ધ વસ્તી લદાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની માંગણી કરી રહ્યું છે તો જમ્મુના લોકોની એક અલગ રાજ્ય બનાવાની માંગણી તો ખૂબ જ જૂની છે. જો ધર્મના આધારિત હતું તો તે વાતનું ધ્યાન આપવું જોઇએ કે લેહ અને કારગિલ મુસ્લિમ બહુમૂળ વિસ્તાર છે. કારગિલના લોકોને જમ્મુ કાશ્મીરથી અલગ થવાના વિચારનો વિરોધ કરી રહ્યા છે.

  અબ્દુલ્લાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું હતું કે થોડા સમય માટે જમ્મુ કાશ્મીરથી આર્ટીકલ 370 નાબૂદ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે પણ ફરી ક્યારે કાશ્મીરને એક રાજ્ય બનાવવામાં આવશે તેની પણ કોઇ ટાઇમલાઇન નક્કી નથી કરવામાં આવી.
  Published by:user_1
  First published: