જુના બસ સ્ટેશનની 75 ટકા જમીન પર બનશે મોલ,25 ટકામાં બસપોર્ટ

News18 Gujarati | News18
Updated: January 1, 2016, 1:37 PM IST
જુના બસ સ્ટેશનની 75 ટકા જમીન પર બનશે મોલ,25 ટકામાં બસપોર્ટ
અમદાવાદઃઅમદાવાદમાં બસપોર્ટ બન્યુ પરંતુ પ્રવાસીઓ માટે તો સમસ્યા જુની જ રહી હતી. હવે બસપોર્ટ પાર્ટ ટુ બના જઈ રહ્યુ છે.લાખો ચોરસ મીટર જમીન પર 75 ટકામાં મોલ બનવાના છે.જ્યારે 25 ટકા જમીન પર બસપોર્ટ પાર્ટ ટુ બનશે.

  • News18
  • Last Updated: January 1, 2016, 1:37 PM IST
  • Share this:
અમદાવાદઃઅમદાવાદમાં બસપોર્ટ બન્યુ પરંતુ પ્રવાસીઓ માટે તો સમસ્યા જુની જ રહી હતી. હવે બસપોર્ટ પાર્ટ ટુ બના જઈ રહ્યુ છે.લાખો ચોરસ મીટર જમીન પર 75 ટકામાં મોલ બનવાના છે.જ્યારે 25 ટકા જમીન પર બસપોર્ટ પાર્ટ ટુ બનશે.

અમદાવાદના જુન બસ સ્ટેશનથી લાખો પ્રવાસીઓની અવર-જવર થાય છે.જો કે જે તે સમયે એસટી બસ સ્ટેશનની જમીન રક્તપિતીયા હોસ્પિટલનની  હતી..અને હોસ્પિટલ સરકાર હસ્તગત હતી.જ્યારે એસટી નિગમની માંગને કારણે અને પ્રવાસીઓની સુવિધાને કારણે સરકારે 1 રૂપિયાના ટોકન પર એસટી નિગમને આપી હતી.

પરંતુ આજે આ જમીન પર મોલ બનાવા જઈ રહ્યા છે.કારણે એસટી નિગમ દ્વારા હવે બસ પોર્ટ પાર્ટ-ટુ બનાવવાના છે.અને બસ પોર્ટ પાર્ટ-ટુનો કોન્ટ્રકટ હબ ટાઉન કંપની પાસે છે...જો કે બસ પોર્ટ પાર્ટુ-ટુમાં પણ એરપોર્ટ જેવી સુવિધા બનાવવાના દાવા કરી રહ્યા છે.

અમદાવાદના જુના એસટી બસ સ્ટેશનની 2 લાખ ચોરસ મીટર જમીન પર બસ પોર્ટ પાર્ટ-ટુ બનાવવાનું છે.આ જમીન પર કુલ જમીનના 75 ટકા પર મોલ બનવાના છે.જ્યારે ફક્ત 25 ટકામાં બસ પોર્ટ પાર્ટ ટુ બનવા જઈ રહ્યુ છે.જો કે વિકાસ માટે બસપોર્ટ તો બનાવ્યુ પરંતુ ફેરીયા અને સ્ટ્રોલ ધારકોની રોજી રોટી છીંવાય છે.જેના કારણે એસટી નિગમના યુનિયન દ્વારા જુના બસ સ્ટેશન પર બસપોર્ટ પાર્ટ ટુ બનાવવા અંગે સરકારે ફરી વિચારણા કરવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે એરપોર્ટ જેવુ બસપોર્ટ બનાવવાની સરકાર વાતો કરી પરંતુ બસ પોર્ટ પર પ્રાથમિક સુવિધાનો જ અભાવછે.અને એસટી નિગમી જમીન પર ફક્ત 30 જેટલા પ્લેટ ફોર્મ બનાવવામાં આવ્યા છે.અને બાકીની જમીન પર મોલ બનાવી દિધા છે.જો કે પ્લેટ ફોર્મ ઓછા હોવાના કારણે બસપોર્ટમાં ટ્રાફિક રહે છે..જેના કારણે એસટી બસનું પાર્કિંગ જુના બસ સ્ટેશનમાં કરવામાં આવે છે.જો કે વે જુના બસ સ્ટેશન પર બસપોર્ટ બનાવવા માટેનું કામ શરુ થઈ ગયુ છે.ત્યરે હવે એસટી બસનું પાર્કિંગ ક્યા કરશે તેના પર સવાલ છે.ત્યારે એસટી નગમના યુનિયનનો આક્ષેપ છે કે વિકાસ જરૂરી છે..પરંતુ વિકાસ કરતા કરતા  જો વિનાશ થતો હોય.અને પ્રજા પરેશાન થતી હોય તો ફરી વિચારણા કરવી જોઈએ.

ફાઇલ તસવીર
First published: January 1, 2016, 1:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading