Home /News /gujarat /અમદાવાદઃ ઘાટલોડિયા વૃદ્ધ દંપતી કેસમાં ચોંકાવનારો ખુલાસો, છરો અંજારની ફેક્ટરીમાં બન્યો હતો, વાંચો અન્ય વિગતો
અમદાવાદઃ ઘાટલોડિયા વૃદ્ધ દંપતી કેસમાં ચોંકાવનારો ખુલાસો, છરો અંજારની ફેક્ટરીમાં બન્યો હતો, વાંચો અન્ય વિગતો
ઘટના સ્થળની તસવીર
Ahmedabad crime news: ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના (Ahmedabad crime branch) 4 પી આઈ સહિત કુલ 12 જેટલી અલગ અલગ ટીમોને (Police team) કામે લગાવવામાં આવી છે.
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad news) શહેરમાં દિવાળી પૂર્વે ઘાટલોડિયા વિસ્તારમાં (Ghatlodia) સિનિયર સિટીઝન દંપતીની હત્યા (Old age couple) મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે હજી સુધી પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી શકી નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના (Ahmedabad crime branch) 4 પી આઈ સહિત કુલ 12 જેટલી અલગ અલગ ટીમોને કામે લગાવવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસએ આં વિસ્તારમાં આવતા ફૂડ ડિલિવરી બોય, ઘરઘાટી, આં મકાનમાં અગાઉ કામ કરી ચૂકેલા લોકોની પણ પૂછપરછ કરી છે.
ઉપરાંત આસપાસના વિસ્તારમાં તમામ સીસીટીવી ફૂટેજ પણ પોલીસ એ મેળવ્યા છે. જેમાં પણ શંકાસ્પદ ગતિવિધિ અપ પર નજર કરવામાં આવી રહી છે. જો કે હત્યા માં ઉપયોગ કરેલ છરી પણ પોલીસને ઘટના સ્થળે થી મળી આવી હતી.
જેથી પોલીસ એ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ છરી અંજારની ફેકટરીમાં બનાવામાં આવી છે. પોલીસે એક ટીમ અંજાર મોકલીને ત્યાં પણ તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસએ પરિવારજન અને આસપાસના લોકોની પણ પૂછપરછ હાથ ધરી છે.
તેમજ મોબાઈલ કોલ ડિટેઇલ ના આધારે પણ તપાસ શરૂ કરી છે. જો કે બીજી તરફ ઘટના ના દિવસે મૃતક દંપતીના ઘરે કોઈ પણ વ્યક્તિ ની શંકાસ્પદ અવર જવર હોય તેવું પણ આસપાસ ના લોકો ને નજરે પડ્યું નથી.
શરૂઆતમાં પોલીસને આશંકા હતી કે લૂંટના ઇરાદે આં દંપતીની હત્યા કરવામાં આવી હોય પરંતુ ઘરમાંથી કોઈ પણ કિંમતી વસ્તુ કે રૂપિયા ગાયબ ના હોવાથી પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો શરૂ કર્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર