સુરત: પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો યુવાન, પ્રેમિકા પર તેના પતિએ ત્રાસ ગુજારતા કર્યો હુમલો

સુરત પોલીસે યુવકની ધરપકડ કરી.

ઓડિશાનો યુવાન તેની પરિણીત પ્રેમિકાના પતિ પર હુમલો કરીને સુરત ભાગી આવ્યો હતો, એક વર્ષ બાદ સુરત પોલીસે ધરપકડ કરી.

  • Share this:
સુરત: પ્રેમ (Love)માં લોકો કંઈ પણ કરી બેસતા હોય છે. આવા જ એક પ્રેમીની સુરત પોલીસે (Surat Police) ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે એક યુવાન પરિણીતા (Married Woman) સાથે પ્રેમમાં પડ્યો હતો. આ વાતની ખબર પરિણીતાના પતિને થઈ જતાં પ્રેમીએ તેના પર હુમલો (Attack) કરી દીધો હતો. જે બાદમાં તે ઓડિશા (Odisha)થી ગુજરાત ભાગી આવ્યો હતો. હવે આ કેસમાં પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે વતન ઓડિશા ખાતે એક યુવક પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો હતો. યુવાન પ્રેમી અને મહિલાના પ્રેમ સંબંધની મહિલાના પતિને જાણ થઈ જતાં તેનો પતિ મહિલાને ત્રાસ આપવા લાગ્યો હતો. આ વાતને લઈને પ્રેમીએ પ્રેમિકાના પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદમાં તે સુરત ખાતે ભાગી આવ્યો હતો. હવે સુરત પોલીસે હુમલો કરનાર પ્રેમીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: મોરબીમાં વેપારી પર હિચકારો હુમલો, થોડા દિવસ પૂર્વે રાજકોટમાં હનીટ્રેપનો બન્યો હતો ભોગ

આ અંગે વિગતે વાત કરીએ તો ઓડિશા ખાતે રહેતો માનસરંજન આદિકાંધ પ્રધાન ઘર નજીક રહેતી અને પરિણીત મહિલા સાથે પ્રેમમાં પડ્યો હતો. બંને અનેક વખત મળતા પણ હતા. એક દિવસ આ યુવાન અને પરિણીત મહિલાના પ્રેમ સંબંધ વિષે પરિણીત મહિલાના પતિને ખબર પડી ગઈ હતી. જે બાદમાં પતિ તેની પત્નીને ત્રાસ આપવા લાગ્યો હતો. પતિનો ત્રાસ પત્નીથી સહન ન થતા એક દિવસ પોતાની સાથે થતી મારપીટ વિશે પ્રેમિકાએ તેના પ્રેમીને વાત કરી હતી.

આ પણ વાંચો: રાજધાની-શતાબ્દી સહિત ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણો અમદાવાદથી ઉપડતી ટ્રેનનો સમય

જે બાદમાં યુવાન માનસરંજન આદિકાંધ પ્રધાને 22મી ડિસેમ્બર, 2019 રોજ પરિણીત પ્રેમિકા સાથે મળીને પ્રેમિકાના પતિ શિવરામ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ મામલે ઓડિશાના કબીસુર્યનગર પોલીસમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. એક વર્ષ પહેલા ગુનાને અંજામ આપીને આ યુવાન સુરત ખાતે આવીને સુરતના પાંડેસરા આવીને રહેવા લાગ્યો હતો.

આ પણ જુઓ-

આ મામલે સુરત એસઓજી પોલીસને માહિતી મળતા પોલીસે આ યુવાનને ગતરોજ ઝડપી પાડ્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરીને તેને ઓડિશા પોલીસને સોંપવાની કાર્યાવાહી શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published: