ભાવનગરઃ ભાવનગર શહેરમાં અનામતને લઈને પાટીદારોના વિરોધ બાદ અનામત ધરાવનાર ઓબીએસટી,એસ સી એસ એસટી ના સંગઠનો મેદાનમાં આવી ગયા છે.
ભાવનગરના શિવાજી સર્કલ પર ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા એવા બેનરો લગાવવામાં આવ્યા હતા કે અનામતને સમર્થન નહિ આપનારા નેતાઓ તેમના વિસ્તારમાં પ્રવેશ કરે નહિ. પછાત વર્ગની અનામત ધરાવનાર જ્ઞાતિઓના સંગઠનો મેદાનમાં આવ્યા છે. સમગ્ર જીલ્લામાં ૧ હજાર બેનરો લગાવવામાં આવશે.ત્યારે ભાવનગરમાં વર્ગ વિગ્રહ જેવો ઘાત ઘડાઈ રહેતા નેતાઓ મુશ્કેલીમાં મુકાયા છે. અનામત ધરાવનારા જ્ઞાતિના સંગઠનો દ્વારા હાર્દિક પટેલ સામે વિરોધ નોંધાવ્યો છે અને સરકારને વશમાં ના થઈને કાયદાકીય રીતે પગલા ભરવા માંગ કરી છે.
ઓબીસી એકતા મંચના અગ્રણી મેઘજીભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે,અમે જે બેનર લગાવ્યા છે તેમાં સરકાર જે પાટીદારોને ૨૭ ટકા માંથી ૧૦ ટકા આપવાની વાત કરે છે એનું અમે વિરોધ કરીએ છીએ અને ૧ ટકો પણ આપશે તો પાટીદાર ૧૧ ટકા છે તેની સામે અમે ૮૫ ટકા લોકો આંદોલન કરશું અને જે બેનર છે તેમાં જે ઓબીસી એસી એસટી અનામતને સમર્થન નેતાઓ નથી કરતા તેને અમે અમારા વિસ્તારમાં આગામી ચુંટણી આવવા પણ નહિ દઈએ.
રમેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે,અમારી સમિતિને જે સમર્થન નહિ આપે તેને અમે ચુંટણીમાં આમારા વિસ્તારમાં નહિ ઘુસવા દઈએ. મને એ નથી સમજાતું કે જેને દેશને સળગાવ્યું તેવા હાર્દિક પટેલ સામે સરકાર કેમ કઈ કરતી નથી. ભડકાઉ ભાષણ આપે છે વારંવાર સરકારને ધમકી આપે છે બંધારણ ને નેવે મૂકી દે છે છતા આ સરકાર કેમ ચુપ છે તેની સામે કમ પગલા ભરતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર