Home /News /gujarat /ક્યારેક કોમી તોફાનો અટકાવીને ચર્ચામાં આવ્યા હતા CEC ઓપી રાવત

ક્યારેક કોમી તોફાનો અટકાવીને ચર્ચામાં આવ્યા હતા CEC ઓપી રાવત

ઓ પી રાવત

મધ્ય પ્રદેશ કેડરના 1977ની બેચના આઈએએસ ઓફિસર ઓ પી રાવત દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા છે.

    ભોપાલઃ મધ્ય પ્રદેશ કેડરના 1977ની બેચના આઈએએસ ઓફિસર ઓ પી રાવત દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા છે. ઓપી રાવત 23 જાન્યુઆરીના રોજ પદભાર સંભાળશે. ક્યારેક ઇન્દોર કોમી તોફાનો રોકવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓ પી રાવત અંગે કહેવામાં આવે છે કે તેઓ નિર્ણય લેવામાં મોડું નથી કરતા. તેમજ તેમના નિર્ણય મેરિટ ઉપર આધારિત હોય છે.

    ઇન્દોરના કલેક્ટર હતા ત્યારે તેમણે મહુ અને ઇન્દોરમાં કોમી તોફાનો રોકવા માટે અગત્યની ભૂમિકા નિભાવી હતી. તેમણે મધ્ય પ્રદેશના આદિમજાતિ કલ્યાણ, કર્મર્શિયલ ટેક્સ, એક્સાઈઝ સહિત અનેક વિભાગોમાં પોતાની સેવા આપી હતી.

    ઓપી રાવત નર્મદા ખીણ વિકાસ વિભાગમાં ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે. રાવતની 2015માં ચૂંટણી પંચમાં નિમણૂક કરવામાં આવી હતી. 64 વર્ષના રાવત કેન્દ્ર સહિત રાજ્યમાં પોતાની સેવા આપી ચુક્યા છે.

    રાવત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીના મુખ્ય સચિવ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને ટ્રાઇબલ વેલફેરમાં પણ મુખ્ય સચિવની જવાબદારી નિભાવી ચુક્યા છે.

    નોંધનીય છે કે ચૂંટણી કમિશ્નરના તેમના કાર્યકાળમાં બિહાર, તામિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યમાં ચૂંટણી યોજાઈ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CEC, Chief election commissioner

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन