એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પશ્ચિમ બંગાળ (West Bengal)થી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સાંસદ નુસરત જહાં ની મુશ્કેલી વધી શકે છે. ભાજપ (BJP) સાંસદ સંધમિત્ર મૌર્ય (Sanghamitra Maurya)એ નુસરત જહાં Nusrat Jahan પર સંસદમાં દાખલ કરવામાં આવેલાં સોગંદનામામાં ખોટી માહિતી આપવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ સાંસદે આ સંબંધમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખી નુસરત વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં વિરુદ્ધ આ ફરિયાદ બુધવારે તેનો જ દાવ ઉંધો સાબિત થયો છે. જેમાં તેણએ કહ્યું હતું કે, બિઝનેસ મેન નિખિલ જૈન સાથે તનાં લગ્ન કાયદાકીય નથી પણ લિવ-ઇન- રિલેશનશિપમાં છે કારણ કે, તુર્કીમાં થયેલાં લગ્ન ભારતીય કાયદા અનુસાર માન્ય નથી.
નુસરત જહાંએ તેનાં નિવેદનમાં દાવો કર્યો કે, કારણ કે આ આંતરધાર્મિક વિવાહ હતાં. તેથી તેને ભારતમાં વિશેષ વિવાહ કાયદા હેઠળ માન્યતાની જરૂર હોય છે. જે હજુ મળી નથી. કાયદા અનુસાર આ વિવાહ નથી પણ લિવ-ઇન-રિલેશનશિપ છે.
લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં ભાજપ સાંસદે કહ્યું કે, 'નુસરત જહાં તરફથી મીડિયાને આપવામાં આવેલી માહિતી અનુસાર જાહેર થાય છે કે, તેણે જાણી જોઇને લોકસભા સચિવાલયને ખોટી માહિતી આપી છે. આ જાણી જોઇને ખોટી અને ભ્રામક માહિતી આપી મતદાતાઓને છેતરવાં અને સંસદ અને તેનાં માનનીય સભ્યોની છવિ ખરાબ કરવા સમાન છે.' પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'નુસરત જહાંનું આ નિવેદન પ્રભાવી રૂપથી તેમની લોકસભા સભ્યને ગેર કાયદે પ્રસ્તુત કરે છે.' ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં નુસરત વિરુદ્ધ કોઇ ફરિયાદ કરવામાં આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર