પહેલો નંબર : વર્ષના પહેલા જ દિવસે દેશમાં સૌથી વધુ 69,944 બાળકો જન્મ્યા !

પહેલો નંબર : વર્ષના પહેલા જ દિવસે દેશમાં સૌથી વધુ 69,944 બાળકો જન્મ્યા !
'યુનિસેફ' ના અહેવાલ અનુસાર આ વર્ષે પહેલી જાન્યુઆરીએ ભારત બાદ વધુ બાળકોનો જન્મ અનુક્રમે ચીન અને નાઈજીરિયામાં થયો

'યુનિસેફ' ના અહેવાલ અનુસાર આ વર્ષે પહેલી જાન્યુઆરીએ ભારત બાદ વધુ બાળકોનો જન્મ અનુક્રમે ચીન અને નાઈજીરિયામાં થયો

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાત : ચાલો, ક્યાંક તો આપણે નંબર-1 બન્યા ! આ વર્ષે પહેલી જાન્યુઆરી, 2019ના દિવસે દેશમાં 69,944 બાળકો જન્મ્યા. આ અંગેની સત્તાવાર જાણકારી યુનિસેફ (યુનિટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્ર્ન્સ ઇમર્જન્સી ફંડ) દ્વારા આપવામાં આવી છે.

  યુનિસેફની વાત માનીયે તો આ વર્ષના પહેલા દિવસે ભારત પછી ચીનમાં 44,940, નાઇજીરિયામાં 25,685, પાકિસ્તાનમાં 15,112 અને ઇન્ડોનેશિયામાં 13,256 બાળકો જનમ્યા। આ વર્ષનું પ્રથમ બાળક ફિજીમાં જન્મ્યું. 2018નું આખરી બાળક અમેરિકામાં જન્મ્યું। આ સંસ્થાના અહેવાલ અનુસાર, સમગ્ર વિશ્વમાં પ્રતિદિન લગભગ 3,95,072 બાળકો જન્મ લે છે, જે પૈકીના 18% બાળકો ભારતમાં જન્મે છે.  ભારતમાં યુનિસેફના પ્રતિનિધિ ડૉ. યાસ્મિન અલી હક જણાવે છે કે, " દુનિયાભરમાં જન્મતા બાળકો પૈકી ઘણા બાળકો એવા છે જે એક દિવસ અથવા વર્ષભર જીવિત નથી રહી શકતા। જન્મ વેળા માં-બાળકની તંદુરસ્તી અંગેની જટિલતા આ અંગેનું કારણ હોઈ શકે છે. આ વર્ષે અમે સંકલ્પ કર્યો છે કે બાળકોને આ જટિલતાથી બચાવવા અને સુરક્ષિત રાખવા"

   
  Published by:News18 Gujarati
  First published:January 02, 2019, 12:57 IST