આરુષિ મર્ડર કેસ : 9 વર્ષમાં અત્યાર સુધી શું થયું ?

Network18 | News18 Gujarati
Updated: October 12, 2017, 1:17 PM IST
આરુષિ મર્ડર કેસ : 9 વર્ષમાં અત્યાર સુધી શું થયું ?
Network18 | News18 Gujarati
Updated: October 12, 2017, 1:17 PM IST
આરુષિ અને હેમરાજ મર્ડર કેસમાં રાજેશ અને નુપુર તલવારની અપીલ પર આજે ઇલાહબાદ હાઇકોર્ટમાં સુનવણી થવાની છે. આ એક એવો મર્ડર કેસ છે જે હજુ સુધી વણઉકેલાયેલો કોયડો છે. પણ ખાસ વાત તો એ છે કે મર્ડરનાં દિવસથી લઇ અત્યાર સુધીમાં આ કેસમાં સમય-સમય પર કેટલાયે ચૌકાવનારા ખુલાસા થયા. એવી જ કેટલીંક તારીખ પર અમે આપને યાદ અપાવીએ જે દિવસે આરુષી કેસમાં મહત્વનાં વળાંક આવ્યા હતા.

વર્ષ 2008માં થયુ હતું આરૂષિ અને હેમરાજનું મર્ડર
મે 16 : 14 વર્ષની આરૂષિ તલવાર નોયડામાં તેનાં ઘરનાં બેડરૂમમાં થઇ હતી મોત, તેનું ગળુ કાપીને કરવામાં આવી હતી હત્યા, નોકર હેમરાજ પર હતી શંકા
મે 17 : હેમરાજની લાશ તલવારનાં ઘરનાં ધાબા પરથી મળી હતી

મે 23 : આરૂષિનાં પિતા ડોક્ટર રાજેશ તલવારને યૂપી પોલીસે આરુષિ અને હેમરાજની હત્યાનાં આરોપમાં ધરપકડ કરી હતી
જૂન 1 : CBIએ તપાસ હાથમાં લીધી હતી
જૂન 13 : ડોક્ટર રાજેશ તલારનાં કમ્પાઉંડર કૃષ્ણાની CBIએ કરી હતી ધરપકડ, તલવારનાં મિત્ર દુર્રાનીનાં નોકર રાજકુમાર અને તલવારનાં પાડોસીનાં નોકર વિજય મંડલની પણ બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેયને CBIએ બેવડા હત્યાકાંડનાં આરોપી ઠેરવ્યા હતાં.
જુલાઇ 12: રાજેશ તલવાર ગાઝિયાબાદની ડાસના જેલમાં જામીન પર મુક્ત થયો હતો
સેપ્ટેમ્બર 12 : કૃષ્ણા, રાજકુમાર અને વિજય મંડલને લોઅર કોર્ટમાંથી જામીન મળ્યા હતા. CBI 90 દિવસ સુધી ચાર્જશીટ ફાઇલ નહીં કરી શકે
સેપ્ટેમ્બર 10 : આરુષિ હત્યાકાંડની તપાસ માટે CBIએ નવી ટીમની રચના કરી. વર્ષ 2010માં CBIએ ક્લોઝર રિપોર્ટ મોકલી
ડિસેમ્બર 29 : CBIએ આરુષિ હત્યાકાંડમાં કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ મોકલી

2011માં કોર્ટે તે ક્લોઝર રિપોર્ટ ખારીજ કરી
જાન્યુઆરી 25 : રાજેશ તલવારે CBIની ક્લોઝર રિપોર્ટ વિરુદ્ધ લોઅર કોર્ટમાં પ્રોટેસ્ટ પિટીશન દાખલ કરી હતી
ફેબ્રુઆરી 9 : લોઅર કોર્ટમાં CBIએ ક્લોઝ રિપોર્ટ ખારીજ કરી, આરૂષીનાં માતા-પિતા રાજેશ અને નુપૂર તલવારને હત્યા અને પુરાવાનો નાશ કરવા બદલ દોષિત ઠેરવ્યા
ફેબ્રુઆરી 21 : ડો રાજેશઅને નુપુર તલવાર ટ્રાયલ કોર્ટનાં સમનને રદ્દ કરાવવા હાઇકોર્ટ ગયા
માર્ચ 18 : હાઇકોર્ટે સમન રદ્દ કરવાની તલવારની અરજી ખારીજ કરી અને તેમના પર કાર્યવાહી શરૂ કરવાનાં આપ્યા આદેશ
માર્ચ 19 : તલવાર સુપ્રીમ કોર્ટ ગયા, જેણે તેમનાં વિરુદ્ધ ટ્રાયલને સ્ટે આપ્યો

2012 : CBI જજ સામે ટ્રાયલ શરૂ થયું
જાન્યુઆરી 6 : સુપ્રીમ કોર્ટે તલવારની અરજી ખારિજ કરી અને ટ્રાયલ શરૂ કરવાની પરવાનગી આપી
2013માં રાજેશ અને નુપુર તલવારને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી
ઓક્ટોબર 10 : ફાઇનલ આર્ગ્યુમેન્ટ શરૂ થઇ
નવેમ્બર 25 : તલવાર દંપતિને ગાઝિયાબાદની સ્પેશલ CBI કોર્ટે પણ દોષીત જાહેર ક્યા અને તેમને આજીવન કેદની સજા સંભળાવી

2014માં તલવાર દંપત્તિએ આ નિર્ણય હાઇકોર્ટમાં પડકાર્યો
જાન્યુઆરી : તલવાર દંપત્તિએ લોઅર કોર્ટનાં નિર્ણયને ઇલાહાબાદ હાઇકોર્ટમાં પડકાર્યો
2017 ઇલાહાબાદ હાઇકોર્ટે કહ્યું કે CBIનાં દાવામાં વિરોધાભાસ છે
જાન્યુઆરી 11 : ઇલાહાબાદ હાઇકોર્ટે તલવારની અપીલ પર નિર્ણય સુરક્ષિત કર્યો
ઓગષ્ટ 01 : ઇલાહાબાદ હાઇકોર્ટે કહ્યું કે, તલવારની અપીલ ફરીથી સાંભળશે કારણ કે, CBIનાં દાવામાં વિરોધાભાસ હતો.
સેપ્ટેમ્બર 8 : ઇલાહાબાદ હાઇકોર્ટે આરુષિ હત્યાકાંડનો નિર્ણય સુરક્ષિત કર્યો
ઓક્ટોબર 12 : લોઅર કોર્ટે સંભળાવેલી તલવાર દંપતીની સજાનાં ચાર વર્ષ બાદ ઇલાહાબાદ હાઇકોર્ટ આજે આરૂષિ હત્યાકાંડ પર સંભળાવશે નિર્ણય
First published: October 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर