હવે એક જ ક્લિકથી ઘર બેઠા દૂધ, છાશ સહિતની વસ્તુઓ મંગાવી શકશો


Updated: April 3, 2020, 10:12 PM IST
હવે એક જ ક્લિકથી ઘર બેઠા દૂધ, છાશ સહિતની વસ્તુઓ મંગાવી શકશો
રાજકોટવાસીઓ ઘરે બેઠા દુધની બનાવટની વસ્તુ ઘરે બેઠા મંગાવી શકશે

આ એપ્લિકેશનની મદદથી છાશ, દૂધ અને દહીં અને દૂધની બનાવટ સહિતની વસ્તુઓ લોકો ઘરે બેઠા એક ક્લિક કરીને મેળવી શકશે

  • Share this:
કોરોના વાયરસ ને કારણે હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ જાહેર કરાય છે ત્યારે લોકોએ ઘરે રહેવાની સૂચના પણ અપાઈ રહી છે તો સાથે જ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા લોકોને એકબીજાના સંપર્ક માં નહિ આવવા જણાવવામાં આવ્યું છે.

અત્યારની પરિસ્થિતિ મુજબ લોક ડાઉનમાં ઘરની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે, પરંતુ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ લેવા લોકોને ઘરની બહાર નીકળવું જ પડતું હોય છે. ત્યારે આ લોકોડાઉનમાં લોકોને ઘરે બેઠા જ છાસ, દૂધ અને દહીં સહિતની વસ્તુઓ મળી રહે તે માટે માહી મિલ્ક દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

આ એપ્લિકેશનની મદદથી છાશ, દૂધ અને દહીં અને દૂધની બનાવટ સહિતની વસ્તુઓ લોકો ઘરે બેઠા એક ક્લિક કરીને મેળવી શકશે. ત્યારે માહી મિલ્કની આ સેવા અન્ય કંપનીઓની જેમ જ દૂધ સહિતની વસ્તુઓની હોમ ડિલિવરી કરાશે. તેમ માહી મિલ્કના સીઇઓ યોગેશ પટેલે જણાવ્યુ હતું.

ઉલ્લેખનીય છેકે માહી મિલ્ક દ્વારા થોડા સમય પહેલા જ ગીર ગાયનું ઘી લોન્ચ કરવામાં આવ્યુ હતું, ત્યારે લોકડાઉનની સ્થિતિમાં લોકોને ઉપયોગી ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેથી લોકો ઘર બેઠા જ એક જ ક્લિક પર દહીં, દૂધ, છાશ જેવી પ્રોડક્ટ ઓર્ડર કરી શકે.

કોરોના વાઇરસને કારણે લોકડાઉન છે ત્યારે મનપા દ્વારા અનાજ કારીયાણા સહિત જરૂરી ચીજ વસ્તુઓની હોમ ડિલિવરીની સુવિધા ગોઠવી દેવાઈ છે, ત્યારે માહી મિલ્ક દ્વારા પણ એપ્લિકેશનના માધ્યમથી દૂધ સહિતની વસ્તુઓ ઘરે પહોંચાડવાની સુવિધા પૂરી પાડી છે.
First published: April 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading