Home /News /gujarat /

હવે પૈસા આપ્યા વગર જ ઘરે બેઠા 10 મિનિટમાં બની જશે PAN કાર્ડ, જાણો પ્રોસેસ

હવે પૈસા આપ્યા વગર જ ઘરે બેઠા 10 મિનિટમાં બની જશે PAN કાર્ડ, જાણો પ્રોસેસ

IT ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે હવે તમે ઈનકમ ટેક્સ વિભાગની વેબસાઈટ ઉપર જઈને મિનિટોમાં PAN card બનાવી શકો છો.

IT ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે હવે તમે ઈનકમ ટેક્સ વિભાગની વેબસાઈટ ઉપર જઈને મિનિટોમાં PAN card બનાવી શકો છો.

    નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ (Income Tax Department) પાન કાર્ડ (PAN card)ની પ્રક્રિયાને ખૂબજ સરળ બનાવી દીધી છે. IT ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે હવે તમે ઈનકમ ટેક્સ વિભાગની વેબસાઈટ ઉપર જઈને મિનિટોમાં PAN card બનાવી શકો છો. જેની પાસે આધાર કાર્ડ (Aadhaar Card) છે. તેમને સરળતાથી e- PAN મળી શકશે. ઈ-પાનનો મતલબ ઓનલાઈન દ્વારા જનરેટેડ પાન કાર્ડ છે. ખાસ વાત તો એ છે કે આ માત્ર 10 મિનિટમાં જ તમે પાનકાર્ડ બનાવી શકો છો. પાન કાર્ડ ન હોવાના કારણે તમારા અનેક કામ અટકી પડે છે. આ કારણે તમને હજારોનો દંડ પણ લાગી શકે છે. ઈ-પાન દરેક રીતે લેમિનેટેડ પાન કાર્ડની જેમ છે. આનો ઉપયોગ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ, બેન્ક એકાઉન્ટ ખોલવામાં, ડિમેટ એકાઉન્ટ ખોલવામાં અને અન્ય કોઈપણ જરૂરી કામમાં ઉપયોગમાં લી શકો છો. (પ્રતિકાત્મક તસવીર)


    ચાલો જાણીએ E-Pan બનાવવાની પ્રોસેસ:- 1- ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પાન કાર્ડ પ્રાપ્ત કરવા માટે તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલ ઉપર જઈને 'Instant PAN through Aadhaar' ઉપર ક્લિક કરવાનું રહેશે. અને પછી 'Get New PAN'ને પસંદ કરવાનું રહેશે. તમને આધાર નંબર પૂછવામાં આવશે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે. OTP વેલિડેશન પછી તમને e Pan ઈશ્યૂ કરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)


    2- આ પ્રોસેસમાં આવેદનકર્તાને PDF ફોર્મેટમાં પાનકાર્ડની એક કોપી મળશે. જેના ઉપર QR code હશે. આ ક્યૂઆર કોરડમાં આવેદકનો ડેમોગ્રાફિક ડિટેલ અને ફોટો હોય છે. આવેદન કરતા સમયે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર 15 ડિજિટનો એક નંબર મોકલવામાં આવશે. આ નંબરના કારણે ઈ પાન ડાઉનલોડ કરી શકાય છે. આની એક કોપી આવેદનકર્તાના ઈ-મેઈલ આડી ઉપર મોકલવામાં આવશે. પરંતુ આધારથી ઈમેઈલ આડી રજિસ્ટર્ડ હોવું અનિવાર્ય છે. ઈનકમટેક્સ ડિપાર્ટમેન્ટ ઈ પાન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરીને આને સરળ બનાવ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)


    3. NSDL અને UTITSL થકી પાન કાર્ડ દ્વારા રજૂ કરવામાં આવે છે. પરંતુ આ બંને એકમોમાં પાનકાર્ડ બનાવવા માટે એક નક્કી ચાર્જ આપવાનો રહેશે. આનાથી ઉલટું ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટથી બિલ્કુલ ફ્રીમાં પાન કાર્ડ મળશે. (પ્રતિકાત્મક તસવીર)


    4- ઈન્સ્ટન્ટ પાન ફેસિલિટી (Instant PAN Facility) અંતર્ગત તમારે કોઈ વિસ્તૃત ફોર્મ ભરવાનું નથી. જરૂરી જાણકારી તમારા આધાર કાર્ડથી એકઠી કરવામાં આવે છે. પાન કાર્ડ અને આધાર કાર્ડ જાતે જ લિંક થઈ જાય છે. લિકિંગ માટે તમારે અલગથી કંઈ કરવાનું નથી હોતું. (પ્રતિકાત્મક તસવીર)


    5- ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જણાવ્યું કે ઈન્સ્ટન્ટ પાન કાર્ડ માટે આશરે 10 મિનિટ જ લાગે છે. અત્યાર સુધી 6.7 લાખ લોકોના ઈન્સ્ટન્ટ પાન કાર્ડ જનરેટ થઈ ચૂક્યા છે.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन