Home /News /gujarat /Talati Recruitment: રાજ્યમાં અંદાજે 15,000 તલાટીઓની ઘટ, ભરતી પરીક્ષા અંગે સરકારના મંત્રીએ મહત્વની વાત કહી

Talati Recruitment: રાજ્યમાં અંદાજે 15,000 તલાટીઓની ઘટ, ભરતી પરીક્ષા અંગે સરકારના મંત્રીએ મહત્વની વાત કહી

તલાટી ભરતી પરીક્ષા અંગે મંત્રીએ શું કહ્યું?

Bachubhai Khabad On Talati Recruitment: રાજ્યમાં તલાટીની પરીક્ષા અંગે ઉમેદવારો દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહી છે. બીજી તરફ સરકાર પણ ઈચ્છે છે કે તલાટીની ઝડપી પરીક્ષા યોજીને પસંદ પામેલા ઉમેદવારોને જવાબદારી સોંપવામાં આવે. હાલ રાજ્યમાં 15,000 જેટલા તલાટીઓની ઘટ છે જેના કારણે ગ્રામજનોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગરઃ ગુજરાતમાં વારંવાર બની રહેલી પેપર ફૂટવાની ઘટનાના કારણે ભરતી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો નાખુશ છે, બીજી તરફ પેપર ફુટવાના કારણે નાગરિકો અને સરકારે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. આવામાં પરીક્ષાઓ ટૂંક સમયમાં યોજાય અને તેના ઝડપી પરિણામ આવે તે માટેના આયોજનો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અંદાજીત 15,000 તલાટીઓની જગ્યા ખાલી પડી છે, તલાટીઓની અછતના કારણે ગ્રામજનોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તલાટીના હાથમાં એકથી વધારે ગામોની જવાબદારી હોવાથી સરકારી કામો ઝડપથી પૂર્ણ કરી શકાતા નથી. જોકે, સરકાર પણ ઈચ્છી રહી છે કે નવા તલાટીઓની ઝડપી પસંદગી કરવામાં આવે કે જેથી ગ્રામજનોની સમસ્યાને ઝડપથી દૂર કરી શકાય.

રાજ્યના મોટાભાગના ગામોમાં તલાટીઓની ઘટ છે. ગામ દીઠ એક તલાટી હોવો જોઈએ, તેની જગ્યાએ એક તલાટી પાસે એકથી વધુ ગામડાની જવાબદારી સોંપવામાં આવી છે. જેના લીધે લોકોના કામ અટકી પડે છે.

એક તલાટી પાસે એકથી વધુ ગામની જવાબદારી!


તકલીફ વેઠી રહેલા કેટલા જિલ્લાઓની વાત કરીએ તો- બનાસકાંઠાના વડગામ તાલુકામાં કરનાળા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી હતાવાડા, સબલપુર અને થુર ગ્રામ પંચાયતનું 14 મહિના પહેલા વિભાજન થયું છે, ત્રણેય ગામોની પંચાયતો અલગ બની છે, છતાં 6 ગામનો વહીવટ એક જ તલાટીથી ચાલે છે. આ રીતે
વલસાડ જિલ્લાનાં સૌથી મોટા પારનેરા ગામમાં પણ કાયમી તલાટી નથી. અન્ય ગામની જવાબદારી સંભાળતા તલાટી સપ્તાહમાં એક વખત ગામમાં આવે છે. ગામની વસ્તી 20 હજારની હોવા છતાં આ સ્થિતિ પ્રવર્તિ રહી છે. રાજકોટના જેતપુરમાં 48 ગામો વચ્ચે માત્ર 25 તલાટી મંત્રી છે.

ગ્રામજનો દ્વારા પોતાના ગામમાં તલાટીની અછત હોવા અંગે ઉપલા લેવલે ઘણી રજૂઆતો કરી છે, પરંતુ તેનું કોઈ પરિણામ આવતું નથી. લોકોએ સરકારી કામકાજ માટે 5થી 6 કિલોમીટરના ચક્કર કાપવા પડે છે. જોકે, આમ છતાં તેમના કામ પૂર્ણ થશે તેવી બાંહેધરી તેમને મળતી નથી.


તલાટીની અછત અંગે મંત્રીએ ન્યૂઝ 18 સાથે વાત કરી


ગામ જેટલું મોટું હોય, તે પ્રમાણે તલાટીની હાજરીની જરૂર વધુ પડે છે. જોકે, મોટા ભાગના ગામડામાં આ બાબતને ધ્યાને નથી લેવાઈ. હાલ ઈન્ચાર્જ તલાટીઓથી જ કામ ચાલી રહ્યું છે. જેના લીધે ગ્રામજનોએ પોતાના સરકારી કામો માટે એક ગામથી બીજે ગામ ધક્કા ખાવા પડી રહ્યા છે.

રાજ્યના ગામોમાં તલાટીની અછત અંગે લોકોને પડતી હાલાકી અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ સરકારના મંત્રી બચુભાઈ ખાબડ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યુ કે, "તલાટીની ઘટ ને જોતા તેઓ તલાટી ભરતી પરીક્ષા તુરંત યોજવા પ્રયાસો કરી રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, પરીક્ષા વહેલી તકે યોજીને પરિણામ સાથે જ નવા તલાટીઓને તાત્કાલિક પોસ્ટિંગ સોંપાય તે માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવશે.

IPS હસમુખ પટેલે આ અંગે 16 ફેબ્રુારીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે." જોકે, આમ છતાં આ તમામ પ્રક્રિયાને પૂર્ણ થતાં ચાર મહિના જેટલો સમય લાગશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યાં સુધી ગ્રામજનોએ તો તલાટી માટે એક ગામથી બીજા ગામ ધક્કા ખાવા પડશે તે નિશ્ચિત છે.
Published by:Tejas Jingar
First published:

Tags: Career and Jobs, Govt Jobs, Gujarat Government, Gujarati news, Revenue talati