Home /News /gujarat /

ભીલોડાઃ લાઇટ બંધ કરવાની બાબતે મોટાભાઇએ કરી નાનાભાઇની હત્યા

ભીલોડાઃ લાઇટ બંધ કરવાની બાબતે મોટાભાઇએ કરી નાનાભાઇની હત્યા

    હાર્દિક પટેલ, અરવલ્લીઃ ભીલોડાના ભાણમેર ગામે નજીવી બાબતે મોટાભાઇએ નાનાભાઇની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં નાનાભાઇની પત્ની પણ ઘાયલ થતા તેણીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તો પોલીસે વિગત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    પોલીસ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભીલોડાના ભાણમેર ગામમાં થ્રિફેઝ લાઇટ બંધ કરવા જેવી નજીવી બાબતે મોટાભાઇએ નાનાભાઇને બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરતા ચકચાર મચ્યો છે. ઘટના બાદ નાનાભાઇને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો. તો ઝઘડામાં નાનાભાઇની પત્ની વચ્ચે પડી હતી તે પણ ઘાયલ થઇ હતી.

    અહીં ક્લિક કરી વાંચોઃ #MissionPaani: મહેસાણાનો આ પરિવાર 24 વર્ષથી કરે છે વરસાદી પાણીનો સંગ્રહ

    ઘટના બાદ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને વિગતો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે આરોપી મોટાભાઇની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Arvali, Elder Brother, Younger Brother, ગામડા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन